ભાવનગર શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે આજે એક જ દિવસમાં ત્રણ નવા પોઝિટિવ કેસ આવતા કુલ એક્ટિવ કેસની સંખ્યા 16 થઇ ગઇ છે. આજે ભાવનગર શહેરમાં નવાપરા, કાળિયાબીડ અને ઇન્દ્રપ્રસ્થનગરમાં કોરોના પોઝિટિવનો એક એક કેસ નોંધાયો છે. જો કે સિઝનલ ફ્લુ એટલે કે એચ3એન2નો સતત બીજા દિવસે એક પણ નવો કેસ નોંધાયો નથી જે રાહતરૂપ બાબત છે.
ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવના 3 કેસ નોંધાયા હતા જેમાં નવાપરા વિસ્તારમાં 25 વર્ષીય યુવાન, કાળિયાબીડમાં 57 વર્ષીય આધેડ તેમજ શહેરના જ ઇન્દ્રપ્રસ્થનગરમાં 48 વર્ષીય મહિલા મળીને 3 દર્દીને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાયા બાદ ત્રણેય દર્દીને કોરોના પોઝિટિવ જાહેર કરાયા હતા.
ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 21,905 કેસ નોંધાયા છે અને તે પૈકી 21,691 સાજા થઇ ગયા છે જ્યારે 16 દર્દીઓ કોરોનાની ઘરે રહીને સારવાર લઇ રહ્યાં છે. હાલ રોગચાળાની સિઝનને કારણે દરેક પ્રકારના ટેસ્ટનો તબીબો આગ્રહ રાખી રહ્યા છે જેથી હળવા લક્ષણના દર્દીઓ પણ ટેસ્ટ કરાવી રહ્યા છે.
ડોક્ટર અનુસાર કોવિડ અને આ વાયરસ વચ્ચે તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ છે કારણ કે ઈન્ફલ્યુએન્ઝા અને કોરોના બંને વચ્ચેનો તફાવત ટેસ્ટ દ્વારા જ જાણી શકાય છે. કોવિડ અને ઈન્ફલ્યુએન્ઝા માટે ટેસ્ટિંગ કીટ પણ અલગ છે. આ રીતે ટેસ્ટ કરીને તફાવત જાણી શકાય છે. બાકી લક્ષણો મોટા ભાગે સમાન હોય છે. આથી લોકોએ સાવધાની રાખવી જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.