એજ્યુકેશન:નવી માધ્યમિક શાળા શરૂ કરવાની 3 અરજી નામંજૂર

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળા શરૂ કરવાની એક અરજી મંજૂર
  • શહેરમાં બે અને એક તળાજામાં શાળા શરૂ કરવાની અરજી બોર્ડ દ્વારા નામંજૂર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવા શૈક્ષણિક વર્ષ માટે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટેની અરજીઓ કર્યા બાદ હવે આ અરજીઓને મંજૂર/નામંજૂર કરવાનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં ભાવનગરમાં નવી ત્રણ માધ્યમિક શાળાઓ શરૂ કરવાની અરજી નામંજૂર કરાઇ હત તેની સામે એક માધ્યમિક શાળા શરૂ કરવાને બહાલી અપાઇ છે.

ભાવનગર જિલ્લામાં જે શાળાઓની અરજી નામંજૂર કરાઇ છે તેમાં શહેરના કાળીયાબીડ વિસ્તારમાં કેપીઇએસ ટ્રસ્ટ સંચાલિત કેરાલી સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરીની સામાન્ય પ્રવાહ માટે અંગ્રેજી માધ્યમની શાળાની અરજી, ભાવનગર શહેરમાં એરપોર્ટ રોડ, રિંગ રોડ પર ગણેશ એજ્યુકેશન ટ્રસ્ટની લબ્ધિ મારૂતિ વિદ્યાલયની સામાન્ય પ્રવાહ માટે ગુજરાતી માધ્યમની શાળાની અરજી તથા તળાજામાં સરતાનપર રોડ પર મદીના એજ્યુકેશન એન્ડ ચેરિ. ટ્રસ્ટ સંચાલિત અયસાદ્દીક સેકેન્ડરી સ્કૂલની સામાન્ય પ્રવાહ માટે ગુજરાતી માધ્યમની શાળાની અરજી નામંજૂર કરાઇ છે.

જ્યારે એક અરજી મંજૂર કરાઇ છે તેમાં માણપર ખાતે ગંગોત્રી સંસ્કાર તીર્થ સંચાલિત મહાત્મા ગાંધી વિદ્યાલયની સામાન્ય પ્રવાહ માટે ગુજરાતી માધ્યમની શાળાની અરજી છે.અત્રે ઉલ્લેખનિય છે કે આ વર્ષે ધો.10માં માસ પ્રમોશનનો નિર્ણય કરવામાં આવ્યો હોય ધોરણ 11માં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની સંખ્યા વધી જવાની છે આ સંજોગોમાં બોર્ડ દ્વારા આ માટે અત્યારથી જ આયોજન ઘડવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...