હુકમ:હત્યાના 3 આરોપીને આજીવન કેદ અને દુષ્કર્મના આરોપીને 14 વર્ષની કેદ

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરમાં યુવકની હત્યાના ત્રણ આરોપીઓને આજીવન કેદ જ્યારે 10 વર્ષની સગીર બાળકી પર દુષ્કર્મ આચરનારા શખ્સને 14 વર્ષની સજા ફટકારી છે. પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા સંજય ઉર્ફે કચોરી ખન્નાભાઈ બારૈયાની ગત તા. 16/08/2021ના રોજ હત્યા કરી તેનો મૃતદેહને જુના બંબાખાન પાસેના ખુલ્લા મેદાનમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આ હત્યાના આરોપીઓ રોશનીબેન, ગણેશ ઉર્ફે રવી કરશનભાઈ તથા રાકેશ ભીખાભાઈ રાઠોડે ભેગા મળી સંજયની હત્યા કરી દીધી હતી.

જે અંગેનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકિલની દલીલો તથા મૌખીક પુરાવા અને 33 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ સેશન્સ જજ આર.ટી.વચ્છાણીએ ત્રણેય આરોપીઓને આજીવન કેદ તથા પ્રત્યેકને રૂ. 15,000નો દંડ ફટકાર્યો હતો. જ્યારે ગત તા. 28/2/2022ના રોજ કૈલાસ જીવતરામ રાજાણી (રહે. ભરતનગર)એ 10 વર્ષની સગીર વયની બાળકી સાથે દુષ્કર્મ કરી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ હતી. જે અંગેનો કેસ ત્રીજા એડિશનલ અને પોક્સો જજ ઝંખનાબેન ત્રિવેદીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે 19 મોખિક પુરાવા, 31 દસ્તાવેજી પુરાવા અને સરકારી વકિલની દલીલોને ધ્યાને લઈ આરોપીને 14 વર્ષની સખ્ત કેદ અને રૂ. 40 હજારનો દંડ તથા ભોગ બનનારને રૂ. 4 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...