તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદિનાથના જિનાલયની 284મી સાલગીરી:ભાવનગરનું સૌથી પ્રાચીન અને 300 પ્રતિમાઓથી શોભતા દાદા આદિનાથના જિનાલયની 284મી સાલગીરી ઉજવાઇ

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવનગર શ્વેતામ્બર મૂર્તિ પૂજક તપાસંઘના ઉપક્રમે ભાવનગર શહેરનુ સૌથી જુનુ ગોળબજારમાં આવેલ ભાવનગર મંડન આદિનાથદાદાની 284મી સાલગીરી પૂ.આચાર્ય વિજય ગચ્છનાયક હેમચંદ્રસૂરિના આશીર્વાદ અને ભાવનગરમાં બિરાજમાન શ્રમણ, શ્રમણી ભગવંતોની નિશ્રામાં ભવ્ય ઉજવણી કરવામાં કરવામાં આવી હતી. ભાવનગરના ગોળબજારમાં આવેલ મોટા દેરાસરમાં 283 વર્ષ પહેલા એક જ શ્રાવક દ્વારા સ્વદવ્યથી સંપૂર્ણ જિનાલય નિર્મિત કરવામાં આવ્યુ હતુ. જે અત્યારે ભાવનગર સંઘમાં આસ્થાનુ કેન્દ્ર છે.

પ્રાચીન વાસ્તુ શાસ્ત્ર મુજબના ભવ્ય જિનાલયમાં 300 જેટલા પ્રતિમાજી આરસ, ધાતુના તથા યંત્રો છેે દેરાસરમાં રોજ સવારે શ્રાવકો, શ્રાવિકાઓ દ્વારા વાજીંત્ર પુજા સાથે પ્રભુનો અભિષેક કરવામાં આવે છે. અને ગુરૂવારે લોકો પોતાની માનતા પૂર્ણ કરવા પધારે છે.આ પ્રસંગે સવારે 6 કલાકે મંગલ પ્રભાતીયા, સવારે 6-30 કલાકે સ્નાત્ર મહોત્સવ, સવારે 7 કલાકે દાદાનો અભીષેક (પક્ષલ), સવારે 10 કલાકે દાદાના શિખરે ધજા ચડાવવામાંઆવી હતી.

સવારે 10-30 કલાકે આદિજિન પંચ કલ્યાણક પુજા અમુલખભાઇ શામજીભાઇ પરિવાર તરફથી મહાવીર મંડળ દ્વારા ભણાવવામાં આવી હતી.સાંજે 7-30 કલાકે દાદાની મંગલ દિવો, આરતી તથા અપૂર્વભાઇ કામદાર અને મિલનભાઇ મહેતા દાદાની ભકિત ભાવનામાં લોકોને ભકિતમય બનાવી દિધા હતા. સમગ્ર જિનાલય દૈદિપ્યમાન સાચા હિરા મોતી, માણેક તથા દિવડાઓથી શોભાયમાન કરવામાં આવેલ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો