જળાશયોમાં 61.03 ટકા પાણીનો સંગ્રહ:શેત્રુંજી ડેમમાં 28.4 ફૂટની સપાટી થતા શહેરને પાણી માટે સવા વર્ષની નિરાંત

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરને આ વર્ષે શેત્રુંજી ડેમમાં સપાટી 28.2 ફૂટે આંબી જતા અને હજી પાણીની આવક શરૂ હોય આવતા સવા વર્ષ સુધી પાણીની ચિંતા ટળી ગઇ છે. ભાવનગર શહેરને પાણી પુરૂ પાડતા મુખ્ય જળાશય શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. આ ડેમ ગત વર્ષે છલકાયાં બાદ આ વર્ષે ચોમાસાના આરંભે પણ 18 ફૂટ જેટલો ભરેલો હતો.

હવે ધીમી ધીમે ડેમમાં પાણીની આવક વધી રહી છે. ડેમની સપાટી આજે 28.4 ફૂટે આંબી ગઇ હતી. સાંજે 4682 ક્યૂસેક પાણીની આવક શરૂ હતી. આ જળાશય ભાવનગર જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડેમ છે. શેત્રુંજી ડેમમાં ત્રણ દિવસમાં સપાટીમાં દોઢ ફૂટનો નોંધપાત્ર વધારો થયો છે.

ભાવનગર જિલ્લામાં આજે જે જે ડેમમાં પાણીની આવક થઇ તેમાં શેત્રુંજી ડેમ ઉપરાંત ખારોમાં 488 ક્યૂસેક, માલણમાં 68 ક્યૂસેક, બગડ ડેમમાં 5446 ક્યૂસેક પાણીની આવક અને જાવક શરૂ હતી. રોજકી ડેમમાં 2227 ક્યૂસેક પાણીની આવક શરૂ હતી. શેત્રુંજી ડેમમાં કુલ 231.13 મિલિયન ક્યૂબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે.

સમગ્ર ભાવનગર જિલ્લામાં આવેલા મુખ્ય જળાશયોમાં પાણીની કુલ સંગ્રહ ક્ષમતા 462.72 મિલિયન ક્યુબિક મીટર છે અને તે પૈકી 2825.11 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ લાઇવ થયો હોય ટકાવારીના દ્રષ્ટિએ ભાવનગર જિલ્લામાં 61.03 ટકા પાણીનો સંગ્રહ થયેલો છે.

ક્યા ડેમમાં કેટલો વરસાદં

જળાશયવરસાદ
રજાવળ ડેમ20 મીલીમીટર
ખારો ડેમ35 મીલીમીટર
બગડ ડેમ100 મીલીમીટર
રોજકી12 મીલીમીટર
અન્ય સમાચારો પણ છે...