હાલ દરેક ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે ત્યારે વાહનની ખરીદીમાં પણ લોકોનો વધી રહ્યા છે. કોરોનાકાળ બાદ વાહનોની ખરીદીમાં 2020 થી 2022 સુધીમાં 27.22%નો વધારો થઈ ચૂક્યો છે. પરંતુ પહેલા જેટલો વધારા સુધી આંકડો પહોંચ્યો નથી.
વાહનોના ખરીદી માટે કોરોનાકાળ બાદ તેજી જોવા મળી રહી છે. જેમાં 2020માં 30,809 વાહનો ખરીદાયા હતા, જે વધીને 2021માં 36,981 થયા હતા. જ્યારે 2022માં 27.22% થી 39,196 જેટલા વાહનો ભાવનગર આરટીઓમાં નોંધાયેલ છે. જેમાં સૌથી વધુ મોટરસાયકલ સ્કૂટરના ખરીદદારો વધુ જોવા મળી રહ્યા છે. આમ કોરોના કાળ બાદ હવે આ વર્ષથી વાહન ખરીદીમાં તેજી આવી છે.
હજી પહેલા જેવી સ્થિતિ આવી નથી
કોરોનાકાળ પહેલા વર્ષ 2018માં 52,334 જેટલા વાહનોની ખરીદી નોંધાઈ હતી. જ્યારે વર્ષ 2019માં ઘટીને 42,920 વાહનોની ખરીદી નોંધાઈ. ત્યારબાદ ઘટાડો થઈ રહ્યો હતો અને હવે વાહનોની ખરીદી વધી રહી છે.
2020થી થઈ રહેલો ક્રમશ: વધારો | ||||
વર્ષ | મોપેડ | સ્કુટર | કાર | એગ્રી.ટ્રેક્ટર |
2020 | 808 | 22090 | 3812 | 2286 |
2021 | 1083 | 26355 | 4628 | 2910 |
2022 | 1332 | 28564 | 4961 | 2082 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.