તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • 27 Haribhaktas Were Initiated In Vrindavan Dham By ISKCON Temple Bhavnagar, Chanting Maha Mantra And Following The Four Rules While Living In The World.

નિયમોના પાલન:ઇસ્કોન મંદિર ભાવનગર દ્વારા વૃંદાવન ધામમાં 27 હરિભકતોએ દીક્ષા ગ્રહણ કરી, સંસારમાં રહીને મહા મંત્ર ના જપ અને ચાર નિયમોના પાલન કરવાનુ

ભાવનગર8 મહિનો પહેલા
 • કૉપી લિંક
હરિભકતોએ દીક્ષા ગ્રહણ કરી - Divya Bhaskar
હરિભકતોએ દીક્ષા ગ્રહણ કરી

કાર્તિક મહિનાની સુદ સાતમ ના દિવસે ઇસ્કોન ના સંસ્થાપક આચાર્ય ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ જીના કૃપાપાત્ર શિષ્ય પરમ પૂજ્ય રાધા ગોવિંદ દાસ ગોસ્વામીએ ભાવનગરના 27 ભક્તોને હરિ નામ દીક્ષા આપી હતી પરમ પૂજ્ય રાધા ગોવિંદ દાસ ગોસ્વામીએ ગૃહસ્થ જીવન જીવતા ભક્તોને ભૌતિક નામથી આધ્યાત્મિક નામ આપ્યા જેમાં સંસારમાં રહીને મહા મંત્ર ના જપ અને ચાર નિયમોના પાલન કરવાનો આદેશ આપ્યો છે. ભાવનગરના ઇસ્કોન ભક્તોના આવી રીતના નામ આપવામાં આવ્યા છે.

ભક્તોને આધ્યાત્મિક નામ દેવામાં આવ્યા અને દરરોજ 25000 ભગવત નામ, હરે કૃષ્ણ મહામંત્ર 16 માળાના જાપ કરવાના ભક્તોએ પ્રણ લીધા, પરમ પૂજનીય રાધા ગોવિંદ સ્વામી મહારાજે ગૃહસ્થ આશ્રમ માં રહીને હરિનામ જાપ કરો, એકાદશી વ્રતનું પાલન કરો અર્ચવિગ્રહની પૂજા કરો ચાર નિયમ નું પાલન કરો (1) કોઈપણ પ્રકારનો નસો નહિ કરવો (2) માંસાહાર કરવો નહીં (3) અવેધ સંગ કરવો નહિ (4) જુગાર રમવો નહિ.

તેવો આદેશ આપ્યો.હરેકૃષ્ણ ધામ ઇસ્કોન મંદિર દ્વારા શ્રી વૃંદાવન ધામ દર્શન યાત્રા નું આયોજન થયું હતું જેમાં 50 ભક્તોએ શ્રી વૃંદાવન ધામ દર્શન યાત્રાનું લાભ લીધો હતો જેમાં ગોવર્ધન પરિક્રમા,ગોકુળ મથુરા, રમણરેતી, શ્રી કૃષ્ણજન્મભૂમિ, નંદગાવ, બરસાના, જેવા દર્શન પરમ પૂજ્ય કુંડલ કૃષ્ણપ્રભુ તથા ઇસ્કોન ભાવનગરના અધ્યક્ષ વેણુ ગાયક દાસના સાનિધ્યમાં ભક્તોએ કથા કીર્તન લાવો લીધો હતો.

ગૃહસ્થ જીવન જીવતા ભક્તોને ભૌતિક નામથી આધ્યાત્મિક નામ અપાયા

 • ભરત પ્રભુ-ભરત પ્રિય દાસ
 • મિત્તલ માતા- મોહિની દેવી દાસી
 • નીતા માતા - નીલિમા દેવી દાસી
 • સંગીતા માતા - શ્યામ વિહારની દેવી દાસી
 • સ્નેહલ માતા- સાધ્વી દેવી દાસી
 • ભારતી માતા - ભાનું નંદની દેવી દાસી
 • મજુ બેન - મંજુ લતા દેવી દાસી
 • લતા મોરાડીયા - લતા સખી દેવી દાસી
 • અશોક કુકાડિયા - અધોક્ષજ
 • રસીલા કૂકડિયા - રાસ લીલા દેવી દાસી
 • ભૂપત પ્રભુ - વૃષભાનું દાસ
 • સૌલેશ પ્રભુ - સુમિત્રા નંદન દાસ
 • છગન ભાઈ - છૈલ બિહારી દાસ
 • શોભના જસોલિયા- સુમિત્રા દેવી દાસી
 • શોભના વઘાસિયા - શ્યામ પ્રિયા દેવી દાસી
 • અરવિંદ વઘાસિયા - અરવિંદ નેત્ર દાસ
 • અંજલિ માતાજી - અનુરાધા દેવી દાસી
 • પ્રીતિ માતાજી - પુર્ણિમા દેવી દાસી
 • મનુ ભાઈ - મધુ મંગલ દાસ
 • મધુ માતાજી - મધુ મય દેવી દાસી
 • જયેશ પ્રભુ - જયદેવ ગો સ્વામી દાસ
 • સંગીતા લુખી - શ્યામ લતા દેવી દાસી
 • જીગ્નેશ કાકડીયા - જગ નિવાસ દાસ
 • વર્ષા બેન વઘાસીયા- વિષ્ણુપ્રિયા દેવીદાસી
અન્ય સમાચારો પણ છે...