પાણીદાર ભાવનગર:સૌરાષ્ટ્રના કુલ જળસંગ્રહના 26.36 ટકા પાણીનો ભાવનગરના જળાશયોમાં સંગ્રહ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદ ભાવનગર જિલ્લામાં સૌથી વધુ જળનો થયેલો સંગ્રહ
  • સૌરાષ્ટ્રના જળાશયોમાં કુલ 755 MCM પાણીનો સંગ્રહ તે પૈકી ભાવનગર જિલ્લામાં 199 MCM જળસંગ્રહ

એક સમયે ભાવનગર દુષ્કાળીયો જિલ્લો ગણાતું અને જળાશયોમાં પાણીની કાયમી અછત રહેતી પણ હવે સ્થિતિ બદલાઇ છે અને આ વર્ષે જુલાઇ માસમાં સંતોષકાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લાના જળાશયોમાં 43 ટકા જેવો પાણીનો સંગ્રહ હાલ છે. સમગ્ર સૌરાષ્ટ્રના જળાશયોમાં કુલ 755 મિલિયન ક્યુબિક મીટર પાણીના જથ્થાનો સંગ્રહ તે પૈકી એકલા ભાવનગર જિલ્લામાં 199 મિલિયન ક્યુબિક મીટર જળસંગ્રહ , સમગ્ર સૌરાષ્ટ્રના કુલ જળસંગ્રહના 26.36 ટકા પાણીનો એકલા ભાવનગરના ડેમોમાં સંગ્રહ થયેલો છે. આમ જુઓ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ બદ પાણીન સૌથી વધુ સંગ્રહ ભાવનગર જિલ્લામાં થયો છે.

ભાવનગર જિલ્લાના મુખ્ય જળાશયોમાં સંતોષકારક કહી શકાય તેટલા પ્રમાણમાં જળસંગ્રહ થયેલો છે. સૌરાષ્ટ્રના સૌથી વિશાળ શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે તેમાં 23.2 ફૂટ જેટલું પાણી છે. જે અન્ય જળાશયોમાં પણ જળસંગ્રહ થયેલો છે. સમગ્ર રાજ્ય કે સૌરાષ્ટ્રમાં આવેલા કેટલાક ડેમોમાં પાણીનો જથ્થો હાલ અપૂરતો હોવાની બૂમ છે. ત્યારે ભાવનગર જિલ્લાના મુખ્ય જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતા 462.23 મિલિયન ક્યુબિક મીટરની છે અને તે પૈકી હાલ 198.66 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયો હોય કુલ સંગ્રહ ક્ષમતાના 42.98 ટકા પાણીનો સંગ્રહ થઇ ગયો છે.

ભાવનગરના મુખ્ય 12 જળાશયોમાં હાલ સ્થિતિ
જળાશયસંગ્રહ ક્ષમતાહાલ સંગ્રહટકાવારી
શેત્રુંજી341.45MCM155.16 MCM46.23%
રજાવળ25.84 MCM4.54 MCM24.49%
ખારો11.84 MCM4.09 MCM36.68%
માલણ11.44 MCM4.59 MCM40.14%
રંઘોળા36.81 MCM15.25 MCM41.43%
લાખણકા3.68 MCM0.44 MCM11.93%
હમીરપરા1.93 MCM0.06 MCM3.15%
હણોલ5.43 MCM0.27 MCM7.78%
પીંગળી1.84 MCM0.46 MCM34.79%
બગડ9.66 MCM9.66 MCM100 %
રોજકી9.13 MCM3.79 MCM42.15%
જસપરા માંડવા3.18 MCM0.95 MCM25.48%
(* MCM- મિલિયન ક્યુબિક મીટર)
અન્ય સમાચારો પણ છે...