નિર્ણય:જિલ્લા ફેરબદલીથી તત્કાલ અસરથી 2,600 વિદ્યાસહાયકોની ભરતી કરાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેટ-1ની 2018 અને ટેટ-2ની પરીક્ષા 2017માં લેવાયેલી
  • HMATની ભરતી પરીક્ષામાં અરજી કરનાર તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની શરતી તક આપવા નિર્ણય

હાલમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પૈકી જિલ્લા ફેર બદલી માટે 77,953 જેટલી અરજીઓ પડતર છે. આ મુદ્દે કોર્ટમાં ચૂકાદા બાદ જિલ્લા બદલી અંગેની કાર્યવાહી પૂર્ણ કરાશે. જિલ્લા ફેર બદલીની અરજીઓ ઉપર નિર્ણય લેવાઈ ગયા બાદ રાજ્યમાં ખાલી રહેતી કુલ 5,360 જગ્યાઓ પૈકી 2, 600 જગ્યાઓ ઉપર તાત્કાલિક અસરથી ભરતી કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. બાકી રહેલી જગ્યાઓ ઉપર સપ્ટેમ્બર માસના અંત સુધીમાં ટેટ પરીક્ષા માટે પ્રક્રિયા હાથ ધરી દેવાનો શિક્ષણ વિભાગનો પ્રયત્ન છે તેમ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.

રાજ્યમાં ટેટ-1ની પરીક્ષા છેલ્લે વર્ષ-2018માં અને ટેટ-૨ની પરીક્ષા ઓગષ્ટ-2017માં લેવામાં આવી હતી. ત્યાર બાદ અલગ અલગ ભરતીમાં કુલ 9, 488 જેટલા ઉમેદવારોને નિમણુંક આપવામાં આવી છે. છેલ્લા 4 થી 5 વર્ષમાં ટેટની પરીક્ષા લેવાઈ ન હોવાથી ઉમેદવારોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. ઉમેદવારોને અરજી કરવા માટે પુરતો સમય મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે અને પરીક્ષાની તૈયારી માટે પણ પુરતો સમય આપવામાં આવશે.

રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ભરતી સંબંધિત પરીક્ષાઓમાં અરજી કરનાર તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવી છે. ભરતી સમિતિની ભરતી પ્રકિયા વખતે થનાર નિર્ણયને આધિન રહી ફોર્મ ભરેલ અને વેરિફિકેશન હાજર-ગેરહાજર તમામને તે યોગ્યતા ધરાવે છે તે શરતે શરતી HMATની પરીક્ષામાં બેસવા દેવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. આમ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2600 જેટલી વિદ્યાસહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આચાર્ય માટે 7815 શિક્ષકોની અરજી
ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં આચાર્ય થવા માટેની પરીક્ષા છેલ્લે તા. 8 ઓક્ટોબર, 2017ના રોજ લેવામાં આવી હતી તેમાં 8906 શિક્ષકોએ પરીક્ષા આપી હતી. 5928 શિક્ષકો પાસ થયા હતા તે પૈકી 1287 આચાર્યની ભરતી થયેલ છે. આ વર્ષે આ પરીક્ષા માટે 7815 શિક્ષકોએ અરજી કરી છે.

અન્ય સમાચારો પણ છે...