કોરોના:શહેર અને ગ્રામ્ય કક્ષાએ કોરોના પોઝિટિવના નવા 26 કેસ નોંધાયા

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગ્રામ્ય કક્ષાએ 76 દર્દી કોરોનાની સારવારમાં
  • ​​​​​​​શહેરમાં દર એક કલાકે એક નવા કોરોના પોઝિટિવ કેસની એવરેજ રહી, કુલ એક્ટિવ દર્દીની સંખ્યા 177

ભાવનગર શહેર અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે એક દિવસમાં કુલ 26 કોરોના પોઝિટિવ કેસ મળ્યા હતા. જેમાં ભાવનગર શહેરમાં 24 કેસ નોંધાયા એટલે કે શહેરમાં દર એક કલાકે એક નવા કોરોના પોઝિટિવ કેસની એવરેજ રહી હતી. ભાવનગર શહેરમાં હાલ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા 177 થઇ ગઇ છે. જ્યારે આજે ગ્રામ્ય કક્ષાએ નવા 2 દર્દી નોંધાયા. તાલુકા-ગ્રામ્ય કક્ષાએ હાલ 76 દર્દી કોરોનાની સારવારમાં છે. આમ શહેર અને ગ્રામ્ય કક્ષાએ કુલ મળીને 253 દર્દીઓ કોરોનાની સારવારમાં છે.

ભાવનગર શહેરમાં આજે જે કેસ મળ્યા તેમાં સત્યનારાયણ સોસાયટીમાં 54 વર્ષીય પુરૂષ, નવાપરામાં 30 વર્ષીય યુવતી, મેઘાણી સર્કલ સર પટ્ટણી રોડ પર 22 વર્ષીય યુવાન, રાણીકા આરબવાડ નાકા વિસ્તારમાં 44 વર્ષીય પુરૂષ, ઘોઘા સર્કલમાં 47 વર્ષીય મહિલા, ચિત્રામાં 19 વર્ષીય યુવાન, ડોન કૃષ્ણનગરમાં 63 વર્ષીય વૃદ્ધ, સુભાષનગરમાં 14 વર્ષીય કિશોર, ગુલિસ્તા મેદાનની બાજુમાં 44 વર્ષીય મહિલા, ભરતનગરમાં 30 વર્ષીય યુવતી, આનંદનગરમાં 53 વર્ષીય પુરૂષ, આનંદનગર છેલ્લું બસ સ્ટેન્ડ 62 વર્ષીય વૃદ્ધા, આનંદનગર પોલીસ લાઇન પાસે 67 વર્ષીય વૃદ્ધ, મફતનગરમાં 16 વર્ષીય કિશોર, 50 વારિયામાં 45 વર્ષીય પુરૂષ, સ્વપ્નસાકારમાં 32 વર્ષીય યુવતી, પાર્થ સોસાયટીમાં 22 વર્ષીય યુવાન, દેવરાજનગર-1માં 37 વર્ષીય પુરૂષ, પાર્થ સોસાયટીમાં 24 વર્ષીય યુવતી, ભરતનગરમાં 26 વર્ષીય યુવક, સુભાષનગરમાં 52 વર્ષીય મહિલા, સીદસર રોડ પર 23 વર્ષીય યુવતી, આંબાવાડીમાં 46 વર્ષીય પુરૂષ તથા સમરસ હોસ્ટેલમાં 21 વર્ષીય યુવતીનો સમાવેશ થાય છે.

ભાવનગર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે જે બે કેસ મળ્યા તેમાં મહુવામાં 75 વર્ષીય વૃદ્ધ અને 70 વર્ષીય વૃદ્ધાનો સમાવશે થાય છે. ગ્રામ્ય કક્ષાએ હાલ 76 દર્દી એક્ટિવ છે તે પૈકી 73 ઘરે અને 3 દર્દી હોસ્પિટલમાં સારવારમાં વે. જ્યારે શહેરમાં કુલ 177 એક્ટિવ દર્દી પૈકી 176 દર્દી ઘરે અને 1 દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવારમાં છે.

અન્ય સમાચારો પણ છે...