કોરોનાની આગેકૂચ યથાવત:ભાવનગરમાં 26 અને ગ્રામ્ય કક્ષાએ કોરોના પોઝિટિવના નવા 4 કેસ,સમગ્ર જિલ્લામાં 149 પૈકી 4 દર્દી હોસ્પિટલમાં

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર શહેરમાં હાલ 125 અને ગામડાઓમાં 24 મળીને સમગ્ર જિલ્લામાં 149 એક્ટિવ દર્દી​​​​​​​

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાની આગેકૂચ યથાવત છે. આજે શહેરમાં કોરોના પોજિટીવના નવા 26 કેસ મળ્યા જ્યારે ગ્રામ્ય કક્ષાએ આજે નવા 4 પોઝિટિવ કેસ નોંધાતા એક દિવસમાં કોરોનાના કુલ 30 કેસ નોંધાયા હતા. ભાવનગર શહેરમાં હાલ 125 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 24 મળીને સમગ્ર શહેર-જિલ્લામાં હાલ 149 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. આ 149 દર્દીઓ પૈકી 4 દર્દીઓ હોસ્પિટલમાં અને બાકીના 145 દર્દી ઘરે રહીને કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

ભાવનગર શહેરમાં આજે કાળિયાબીડના અયોધ્યાનગરમાં 40 વર્ષીય પુરૂષ, 50 વારિયા મફતનગરમાં 65 વર્ષીય વુદ્ધ, આનંદનગરમાં ઉમિયામાના મંદિર પાસે 37 વર્ષીય પુરૂષ, 50 વારિયામાં 26 વર્ષીય યુવાન, ભાવના સોસાયટીમાં 22 વર્ષીય યુવતી, ચિત્રામાં 55 વર્ષીય મહિલા, સીદસરમાં 23 વર્ષીય યુવતી, સીતારામનગરમાં 78 વર્ષીય વૃદ્ધ, ભરતનગરમાં 51 વર્ષીય પુરૂષ અને 10 વર્ષીય બાળક, શિવનગર ભરતનગરમાં 45 વર્ષીય મહિલા, ત્રિલોક બંગલો સરકારી સોસાયટીમાં 58 વર્ષીય મહિલા, વૃંદાવન બંગલો શેરી નંબર-13માં 38 વર્ષીય પુરૂષ, ઇસ્કોન મેગા સિટી ગેટ નં.1 ખાતે 66 વર્ષીય વૃદ્ધ, સાગવાડી સર્વે નં.244 પાસે 80 વર્ષીય વૃદ્ધા, વિજયરાજનગર શિવધારા એપાર્ટમેન્ટમાં 34 વર્ષીય પુરૂષ, પાણીની ટાંકી પાસે વૃંદાવન સોસાયટીમાં 33 વર્ષીય યુવાન, તખ્તેશ્વર મઢુલી રૂદ્ર એપાર્ટમેન્ટ ખાતે 29 વર્ષીય યુવતી, એરપોર્ટ રોડ પર ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં 37 વર્ષીય પુરૂષ, ડોન ચોક એચડીએફસી પાસે 30 વર્ષીય યુવાન, દેવુબાગમાં 64 વર્ષીય વૃ્દ્ધ, દીપક ચોક પાસે 47 વર્ષીય પુરૂષ, આહિર બદર્ડિંગમાં 22 વર્ષીય પુરૂષ, આનંદનગર દીપક ચોક ખાતે 42 વર્ષીય પુરૂષ, આનંદનગર દીપક ચોક ખાતે 33 વર્ષીય મહિલા તથા વડવામાં 35 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.

ભાવનગર ગ્રામ્ય કક્ષાએ આજે ગુંદી ગામે 18 વર્ષીય યુવતી અને 17 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ જાહેર કરાયા હતા. બન્નેએ કોરોનાના બન્ને ડોઝ લઇ લીધા છે. ઘોઘાના તગડી ગામે 2 વર્ષીય બાળક તથા તળાજાના ખદરપર ગામે 50 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...