લમ્પી વાઈરસનો કહેર:ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 257 પશુઓ અસરગ્રસ્ત થયા, બે પશુઓ મોતને ભેંટ્યા

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 10 ટીમો દ્વારા 12,045 પશુઓનું રસીકરણ કરાયું

ભાવનગર જિલ્લામાં પશુઓમાં લમ્પી વાઈરસનું સંક્રમણ વધ્યું છે. અત્યાર સુધીમાં 257 પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. જ્યારે ગારીયાધાર તાલુકામાં બે પશુઓના મોત નીપજ્યા છે આ મામલે કલેક્ટરે બેઠક બોલાવીને સઘન કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી હતી.

ગારીયાધાર તાલુકામાં મોટી વાવડી અને સાતપડા ગામે એક-એક પશુઓના મોત
ભાવનગર જિલ્લામાં પશુઓમાં લંમ્પી વાઈરસનું પ્રસરણ અટકે તે માટે પશુઓમાં સઘન રસીકરણ હાથ ધરવાની જરૂર છે અત્યાર સુધીમાં 12,045 પશુઓમાં રસીકરણ થયું હોવાનું જિલ્લા પંચાયતના પશુપાલન અધિકારી જણાવ્યું હતું, હાલમાં રસીકરણ ચાલુ છે અને વધુમાં અત્યાર સુધીમાં ગારીયાધાર તાલુકામાં મોટી વાવડી અને સાતપડા ગામે એક-એક પશુઓના મોત નિપજ્યું હોવાનું તેઓને જણાવ્યું હતું.

યુદ્ધના ધોરણે વ્યાપક સારવાર અને રસીકરણ કરવા સૂચના અપાઈ
આ મામલે કલેકટર યોગેશ નિર્ગુડે એક બેઠક બોલાવીને પશુપાલન વિભાગ અધિકારીઓને ગારીયાધાર અને તેની આસપાસ વિસ્તારમાં કે જ્યાં રોગ જોવા મળ્યો છે ત્યાં યુદ્ધના ધોરણે વ્યાપક સારવાર અને રસીકરણ કરવા માટેની સૂચના આપી હતી, પશુપાલન વિભાગ દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં રસીનો જથ્થો પહોંચતો કરવામાં આવી રહ્યો છે.

પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને પ્રાણીઓના મેળાવડા પર પ્રતિબંધ
હાલ ચોમાસાની ઋતુમાં વધુ મચ્છર, માખી, ઇતરડી વગેરે ન ફેલાય તે માટે પશુઓના રહેઠાણની જગ્યાઓને ચોખ્ખી રાખવા પશુપાલકોને સમજ આપવાની આવી હતી, ભાવનગર જિલ્લાની અંદર અથવા બહાર અન્ય સ્થળોએ પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન રમતો અને પ્રાણીઓના મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...