તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:શહેરના જમનાકુંડ ખાટકીવાડ વિસ્તારના મકાનમાંથી 250 કિલો ગૌમાંસ (બીફ) સાથે ઝડપાયા

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને શખ્સો આજે ઈદના તહેવાર નિમિતે વેચાણ અર્થે લાવ્યા હતા

ભાવનગર શહેર પોલીસે શહેરમાંથી ગૌવંશના માંસ સાથે બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભાવનગર પોલીસના એએસપી તથા ચારેય પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના કફલાએ મધ્યરાત્રિએ શહેરના જમનાકુંડ ખાટકીવાડ વિસ્તારમાં આવેલ મકાનમાંથી 250 ક્લિો ગૌમાંસ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.

બનાવ અંગેની વિગત એવી છે કે, શહેરના જમનાકુંડ ખાટકીવાડ વિસ્તારમાં આવેલ સઈદા પાનની સામે ખાંચામાં કતલખાના સામે રહેતો આસિફ મહેબૂબભાઈ સુવાણ પોતાના ઘરે ગેરકાયદે ગૌમાંસનો જથ્થો રાખી વેચાણ કરવાની પેરવી કરતો હોવાની બાતમીના આધારે મધ્યરાત્રિએ દોઢેક વાગ્યાના સુમારે એએસપી સફિન હસન તથા શહેરના ચારેય પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસનો કાફલાએ બાતમીવાળા સ્થળે જઈ ઘરનો દરવાજો ખખડાવતાં ઘરમાંથી આશિફ મહેબૂબભાઈ સુવાણ (ઉ.વ.22, રે.જમનાકુંડ ક્તલખાના સામે ખાટકીવાડ, ભાવનગર) ઉપરાંત શબ્બીર મહેબૂબભાઈ સુવાણ (ઉ.વ.૧૮,રહે જમનાકુંડ, કતલખાના સામે ખાટકીવાડ,ભાવનગર) મળી આવ્યા હતા. જયારે, તપાસ કરતાં ઘરના નીચેના પ્રવેશના ભાગમાંથી થર્મોકોલનું એક તથા લોંખડના બે બોરા મળી આવ્યા હતા.જેની તપાસ કરતાં બરફના ટુકડાઓ વચ્ચે શંકાસ્પદ હાલતે ગૌમાંસ (બીફ)ની ખરીઓ, હાડકાં વાળું માંસ મળી આવ્યું હતું, તો સ્થળ પરથી વજનકાંટો તથા મટન કરવાના બે કોયતા, એક છરી સહિતનો મુદામાલ પણ મળી આવતાં તેને જપ્ત કરાયો હતો, સાથે અતુલ લોડિંગ રીક્ષા નંબર GJ 23 T 7948 માં ગૌમાંસ નો જથ્થો મળી આવ્યો હતો.

જયારે ઝડપાયેલાં બંને શખસોને આ જથ્થા અંગે પૂછપરછ કરતાં તેમણે રમજાન ઈદ નિમિતે વેચાણ માટે શહેરના વડવા ચબુતરા પાસે હિન્દુસ્તાની લોજવાળા ગફાર ખાટકી પાસેથી વેચાતો લાવેલ હોવાનું જણાવ્યું હતું, પોલીસે શંકાસ્પદ ગૌમાંસના મસમોટા જથ્થા સાથે બન્ને શખસોને નજરકેદ કર્યા હતા અને ગંગાજળિયા પોલીસ સ્ટેશને લાવી જથ્થા અંગે એફ.એસ.એલ તપાસ કરાવાતા, ઉક્ત શંકાસ્પદ માંસનો જથ્થો ગૌમાંસ હોવાનું રાજકોટથી આવેલ એફ.એસ.એલ ટીમે જાહેર કરતાં ગંગાજળિયા પોલીસે ઉક્ત બન્ને શખસો તથા તેમને ગૌમાંસ આપનાર શખસ સહિત ત્રણેય વિરૂદ્ધ ધ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1954 ની કલમ 5 (1-ક) તેમજ કાયદાના સુધારા અધિનિયમ સને-2011ની 1ની ક્લમ 6 ખ (1),(2) તેમજ કાયદાના સુધારા અધિનિયમ સને-2017 ની કલમ 8(4) મુજબ ગુન્હો નોંધ્યો હતો.

જયારે, પોલીસે ઝડપાયેલ ગૌમાંસનું વજન કરતાં તો 250 કિલો હોવાનું જાહેર થતાં કિંમત રૂ.50 હજાર તથા અન્ય વજનનો કાંટો કિંમત રૂ.2,500 મળી કુલ રૂ.52,500 નો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસની મોડીરાતની આ કામગીરીને લઈ સ્થાનિક વિસ્તારમાં ભારે ચક્યાર મચી હતી.

અન્ય સમાચારો પણ છે...