મહેફિલમાં દરોડો:હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી માણતા ભાવનગરના 5 સહિત 25 ઝડપાયા

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સુરતના પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં આવેલી ટાઉનશીપના એક બંગલામાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર પલસાણા પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં ભાવનગરના પાંચ શખ્સો સહિત કુલ 25ને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ પાર્ટીમાં બે વિદેશી સહિત કુલ 6 યુવતીઓને પણ પોલીસે ઝડપી પાડી હતી.

પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં નેશનલ હાઈ-વે પર આવેલા અવધ સાંગરીલા બંગલોઝમાં ગત મંગળવારની મોડી રાત્રીના કેટલાંક નબીરાઓ વિદેશી દારૂની મહેફિલ માણતા હોવાની બાતમીના આધારે પલસાણા પોલીસે રેઈડ કરતા આ હાઈપ્રોફાઈલ પાર્ટી માણતા ભાવનગરના વૈભવ નરેન્દ્રભાઈ મકવાણા (રહે. શ્રીનાથજી, ભરતનગર), સંજય પોપટભાઈ બારડ (રહે. સીંગલીયા, ભરતનગર), સંજય અમરસિંહભાઈ સોલંકી (12 નંબર બસ સ્ટેન્ડ, ભરતનગર), ઘનશ્યામ બાબુભાઈ વાળંદ (સણોસરા, તા. સિહોર) અને મનીષ કેશુભાઈ હિરાણી (રહે. ઘોઘાસર્કલ) સહિત સુરતના સ્થાનિક કુલ 25ને ઝડપી પાડ્યા હતા. જેમાં રેઈડ દરમિયાન કુલ 6 મહિલાઓ પણ ઝડપાઈ હતી જેમાંથી સ્પા સેન્ટરમાં કામ કરતી બેંગકોકની બે વિદેશી મહિલાઓ પણ સામેલ હતી. આ સમગ્ર મામલે પોલીસે તમામ સામે ગુન્હો નોંધ્યો હતો જ્યારે આ બનાવની તપાસ સુરત લોકલક્રાઈબ બ્રાંચ કરતી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...