મકરસક્રાંતિ બનશે મોંઘી:ભાવનગરમાં પતંગની કિંમતમાં 25 થી 30 ટકાનો ભાવ વધારો, બજારમાં અવનવી વેરાયટીઓના પતંગ ઉપલબ્ધ

ભાવનગરએક મહિનો પહેલા

ઉત્તરાયણનું પર્વ ગુજરાતીઓ માટે મહાપર્વ છે. જોકે, પતંગરસિયાઓએ ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વખતે પતંગ-દોરી માટે 25 ટકા વધુ કિંમત ચૂકવવી પડશે. કાચા માલની મર્યાદિત આવક તેમજ પતંગ બનાવવાની સામગ્રીની કિંમતમાં થયેલા વધારાને પગલે પતંગ-દોરીની કિંમત આસમાને ગઇ છે.

પતંગ-દોરીના ભાવમાં વધારો જોવા મળ્યો
ગત વર્ષે 5 પતંગની કિંમત રૂપિયા 15થી રૂપિયા 20 હતી. જેના માટે આ વર્ષે હવે રૂપિયા 20 થી રૂપિયા 25 ચૂકવવા પડશે. આમ, પંજે 5-10 રૂપિયાનો વધારો થયો છે. રૂ.6 થી લઈ 150 સુધી બજારમાં પતંગના પંજા ઉપલબ્ધ છે, આ જ રીતે હજાર વારની ફિરકીની કિંમત ગત વર્ષે રૂપિયા 100 હતી. તેના માટે આ વર્ષે રૂપિયા 150-200 જેટલા વધુ ચૂકવવા પડશે. પતંગની ખરીદી અને દોરી ઘસાવવા માટે આવનારાનું પ્રમાણ પણ હજુ સાધારણ જોવા મળી રહ્યું છે. આગામી બે અઠવાડિયા બાકી છે ત્યારે જેમ જેમ તહેવાર નજીક આવશે તેમ તેમ ઘરાકી જોવા મળશે.

પતંગની અવનવી વેરાયટીઓ જોવા મળી રહી
આ વર્ષે પતંગ દોરીના ભાવમાં 25થી 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે જેમાં 1000 વાર દોરીના 100 થી લઈ 300 સુધી, 2000 વાર દોરીના 200 થી 700 અને 5,000 વાર દોરીના 500થી હજાર સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, આ વર્ષે પતંગની અનેક વેરાયટીઓ જોવા મળી રહી છે જેમાં બાળકો માટે કાર્ટુન વાળી પતંગો, 2023 વેલકમ, આઈ લવ ઈન્ડિયા, જેવી અનેક વેરાયટીઓ ઉપલબ્ધ છે, જોકે, આગામી એકાદ સપ્તાહમાં તેમાં વધારો થશે તેવો વેપારીઓને આશાવાદ છે. ભાવ વધારા છતાં આ વખતે પતંગ-દોરીનું વેચાણ ગત વર્ષ કરતાં વધશે તેમ પતંગબજારના વેપારીઓનું માનવું છે.

​​​​​​​ઉત્તરાયણમાં પતંગનું વેચાણ સારું એવું થશે
પતંગના વેચાણ સાથે સંકળાયેલા ભાવનગરના પરેશ થાવરાણીએ જણાવ્યું કે, કમાન, વાંસ, કાગળ સહિતના કાચા માલ તેમજ મજૂરીની કિંમતમાં વધારો થતાં પતંગની કિંમત આ વખતે 20-30 ટકા સુધી વધી ગઇ છે. આ ઉપરાંત વખતે ઉત્તરાયણમાં પતંગનું વેચાણ સારું એવું થશે તેવી ઘરણાં વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...