ભાવનગર શહેર અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ કોરોના પોઝિટિવના આજે 24 કેસ મળ્યા હતા. જેમાં ભાવનગર શહેરમાં નવા 18 પોઝિટિવ કેસ અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આજે ગ્રામ્ય કક્ષાએ બે દર્દી કોરોનામુક્ત થયા હતા. હાલ ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવના 151 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 25 મળીને કુલ 176 દર્દી સારવારમાં છે. જેમાં 4 દર્દી હોસ્પિટલમાં અને બાકીના 172 દર્દી ઘરે રહીને કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.
ભાવનગર શહેરમાં આજે કોરોનાના 16 દર્દી મળ્યા તેમાં ભરતનગરમાં 41 વર્ષીય પુરૂષ, બોરતળાવ વિસ્તારમાં 49 વર્ષીય પુરૂષ, ત્રણ માળીયામાં 47 વર્ષીય પુરૂષ, વડવા ચોરામાં 37 વર્ષીય પુરૂષ, ક્રેસન્ટ વિસ્તારમાં 75 વર્ષીય વૃદ્ધ, ઘોઘા જકાતનાકામાં 47 વર્ષીય પુરૂષ, વિદ્યાગનર પોલીસલાઇનમાં 19 વર્ષીય યુવક, 54 વર્ષીય મહિલા, ફુલસર કર્મચારીનગરમાં 26 વર્ષીય યુવક, વાઘાવાડી રોડ પર 40 વર્ષીય મહિલા, સરદારનગરમાં 61 વર્ષીય વૃદ્ધા, એસટી વર્કશોપ સામે ચિત્રા ખાતે 67 વર્ષીય વૃદ્ધ, ઇસ્કોન મેગાસિટી વિક્ટોરિયા પાર્ક સામે 85 વર્ષીય વૃદ્ધા, માધવદર્શનમાં 43 વર્ષીય પુરૂષ, સરદારનગરમાં 27 વર્ષીય યુવતી, જિલ્લા જેલમાં 23 વર્ષીય પુરૂષ, અકવાડા હોસ્ટેલમાં 19 વર્ષીય યુવતી તથા વિજયરાજનગરમાં 24 વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે.
ભાવનગર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે જે પોઝિટિવ કેસ મળ્યા તેમાં વલ્લભીપુરના ચમારડીમાં 40 વર્ષીય પુરૂષ, હાથબમાં 32 વર્ષીય પુરૂષ, 35 વર્ષીય પુરૂષ તથા 7 વર્ષીય બાળકી, ભાવનગરના સોડવદરામાં 24 વર્ષીય યુવક તથા તળાજામાં 32 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. આજે જે બે દર્દી કોરોનામુક્ત થયા તેમાં મહુવામાં 75 વર્ષીય વૃૃદ્ધ તથા 70 વર્ષીય વૃદ્ધાનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.