પરીક્ષા:યુનિ.ની 23મીની પરીક્ષા જાન્યુ. ફેબ્રુઆરીમાં પણ આપી શકાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલઆરડીની પરીક્ષા હોય તો વિકલ્પ અપાયો

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા આગામી તા.23 ડિસેમ્બરથી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ શરુ થવા જઇ રહી છે ત્યારે સાથે એલઆરડીની પરીક્ષા પણ હોય વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત બાદ યુનિ. દ્વારા નિર્ણય લેવાયો છે કે જે વિદ્યાર્થીઓને આ પરીક્ષાઓ હોય તે સમયગાળા દરમિયાનમાં એલઆરડીની પણ પરીક્ષા હોય તો આવા વિદ્યાર્થીઓ યુનિ. આયોજિત પરીક્ષા જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં આપી શકશે જેથી વિદ્યાર્થીઓનું વર્ષ બગડતું નથી તેમ કુલસચિવ ડો.કૌશિકભાઇ ભટ્ટે જણાવ્યું છે.

23 ડિસેમ્બરથી પી.જી અને યુ.જી.ની પહેલા સેમેસ્ટરની પરીક્ષાના જે વિદ્યાર્થીઓ આ સમયે આ પરીક્ષા સાથે એલઆરડીની પરીક્ષા હોય અને યુનિ.ની પરીક્ષા આપી ન શકે તેમ હોય તેવા વિદ્યાર્થીઓ જાન્યુઆરી-ફેબ્રુઆરી-2022માં લેવાનારી યુનિ.ની પરીક્ષા આપી શકે છે જેથી તેઓઓનુ઼ વર્ષ બગડશે નહી. આ ઉપરાંત તમામ ડિપ્લોમા સેમેસ્ટર-1ની પરીક્ષાઓ તેમજ એમસી(આઇસી)ની પરીક્ષાઓ તા.3 જાન્યુઆરી,2022થી શરૂ થશે. આ પરીક્ષાઓનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે તેમ જણાવાયું છે.

સંચાલક મંડળની રજૂઆતનો પડઘો પડ્યો
એમકેબી યુનિવર્સિટી દ્વારા ડિગ્રી અને ડિપ્લોમા પરીક્ષાઓની તારીખ 23 ડિસેમ્બરે એક સાથે રાખવામાં આવતા સ્વનિર્ભર કોલેજ સંચાલક મંડળ દ્વારા બંને અભ્યાસક્રમોમાં અનેક સંસ્થાઓના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે તે અનુસંધાને આ બન્ને પરીક્ષાઓ અલગ અલગ તારીખોમાં લેવામાં આવે તેવી રજૂઆત કર્યા બાદ તેનો પડઘો પડ્યો છે અને યુનિ.એ ડિપ્લોમાની પરીક્ષા તા.3 જાન્યુઆરીથી રાખવાનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...