આરોગ્ય વિશેષ:બીપીની દવા લે છે ભાવનગરની 2.33 લાખ મહિલાઓ, લાઈફસ્ટાઈલ બદલાતા જિલ્લાની 4.1 ટકા મહિલાઓને બ્લડ પ્રેશરની ગંભીર બીમારી

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ભાવનગરમાં મહિલાઓમાં બ્લડ પ્રેશરની સમસ્યામાં એક દશકામાં ગંભીર પ્રમાણમાં ઉછાળો આવ્યો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટ મુજબ ભાવનગર જિલ્લામાં 20.1 ટકા મહિલાઓ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવા દવાઓ લે છે. જ્યારે વધુ ચિંતાજનક બાબત એ છે કે 4.1 મહિલાઓનું ઉંચુ બ્લડ પ્રેશર 160થી વધુ રહે છે. ભાવનગર જિલ્લામાં મહિલાઓની કુલ વસ્તી 11,57,438ની છે અને તે પૈકી 20.1 ટકા એટલે કે 2,32,645 મહિલાઓ બ્લડ પ્રેશર રોકવા દવાઓ લે છે.

અગાઉ એવી માન્યતા હતી કે મહિલાઓને પુરૂષોની તુલનામાં બ્લડ પ્રેશરની બિમારી ઓછી હોય છે પણ હવે બન્ને સમાન ટકાવારીમાં આવી ગયા છે. અને દવા લેવામાં તો પુરુષોની ટકાવારી 18 ટકા છે જ્યારે મહિલાઓની ટકાવારી 20.1 ટકા છે. જેનું મુખ્ય કારણ બદલાયેલી જીવનશૈલી છે. હાઈ બ્લડ પ્રેશરના લક્ષણોમાં બેહોશી, થાક, ધ્યાન ન લાગવું, ઠંડી અને શુષ્ક ત્વચા, અને શ્વાસની રિધમ બદલાઈ જવી છે.દર વર્ષે 17 મેના દિવસે હાઇ બ્લડ પ્રેશર અથવા વર્લ્ડ હાઇપર ટેન્શન ડે ઉજવવામાં આવે છે.

આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં સાયલન્ટ કિલર તરીકે ઓળખાતી હાઈપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વિશે જાગૃતિ ફેલાવવાનો છે. લાઈફસ્ટાઈલ અને ડાયટમાં ફેરફાર કરીને આ બીમારી કન્ટ્રોલ કરી શકાય છે. જો દરરોજ 30 મિનિટનું વૉક કરવામાં આવે તો બ્લડ પ્રેશર 5થી 8 પોઈન્ટ ઘટાડી શકાય છે. જોકે વૉક સતત કરવું જોઈએ નહિ તો બ્લડ પ્રેશર ફરી વધી જાય છે. જોગિંગ, સાઈકલિંગ અને ડાન્સ કરવાથી પણ બ્લડ પ્રેશર ઓછું થાય છે.

મહિલાઓમાં બ્લડ પ્રેશર

  • બ્લડ પ્રેશરનું પ્રમાણ 99થી 159 : 9.8 ટકા
  • બ્લડ પ્રેશરનું પ્રમાણ 100થી 160 : 4.1 ટકા
  • બ્લડ પ્રેશર રોકવા દવા લેનારા : 20.1 ટકા

પુરૂષોમાં બ્લડ પ્રેશર

  • બ્લડ પ્રેશરનું પ્રમાણ 99થી 159 : 11.0 ટકા
  • બ્લડ પ્રેશરનું પ્રમાણ 100થી 160 : 3.4 ટકા
  • બ્લડ પ્રેશર રોકવા દવા લેનારા : 18.0 ટકા

જીવનશૈલીમાં બદલાવ એ મુખ્ય કારણ
મહિલાઓ-યુવાનોમાં બીપી વધ્યુ છે તેના કારણમાં બેઠાડુ જીવન, મેદસ્વીતા, તમાકુ કે સિગારેટનું વ્યસન, દરેક કામમાં બિનજરૂરી ઉતાવળ અને ટેન્શન જવાબદાર છે. ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઓછું રાખવું જોઇએ યોગ અને વ્યાયામ કરવો જોઇએ. - ડો.રાજીવ ઓઝા, એમ.ડી. ફિઝીશિયન

અન્ય સમાચારો પણ છે...