પ્લાઝમા ડોનેટમાં ભાવનગર પ્રથમ:શહેરમાં 230 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યું, જેમાં 2 લોકોએ 3 વાર અને 13 લોકોએ 2 વાર ડોનેટ કરી અન્ય દર્દીઓને ઉપયોગી બન્યાં

ભાવનગરએક વર્ષ પહેલા
  • પ્લાઝમા ડોનેટ કરવામાં ગુજરાતમાં સુરત આગળ છે

દેશ અને દુનિયામાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો મચાવ્યો છે. કોરોનાની રસી શોધવા માટે અનેક દેશોનાં વૈજ્ઞાનિકો મહેનત કરી રહ્યાં છે. એવાં સમયે કોરાનાના ગંભીર દર્દીઓને બચાવવામાં પ્લાઝમા અકસીર ઈલાજ સાબિત થઈ રહ્યો છે. ત્યારે પ્લાઝમા ડોનેટ કરવામાં સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે ભાવનગર છે કે જ્યાં 230 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યું છે. જેમાં 2 લોકોએ 3 વાર અને 13 લોકોએ 2 વાર ડોનેટ કરીને અન્ય દર્દીઓને ઉપયોગી બન્યાં છે.

પ્લાઝમા ડોનેટ કરવામાં અમદાવાદ સિવિલ કરતા પણ ભાવનગર આગળ
ભાવનગર સર.ટી હોસ્પિટલની બ્લડ બેંકના ઈન્ચાર્જ ડો.પ્રજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે ગઈકાલ સુધીમાં 230 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યું છે અને તે મુજબ પ્લાઝમા ડોનેટ કરવામાં સૌરાષ્ટ્રમાં ભાવનગર પ્રથમ ક્રમે છે, એટલું જ નહીં અમદાવાદ સિવિલ કરતાં પણ ભાવનગર આગળ છે. જ્યારે ગુજરાતમાં સુરત આગળ છે.

મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા ડોક્ટરે પણ 2 વાર પ્લાઝમા ડોનેટ કર્યું
કોરોના વાઈરસનો ભોગ બનેલા લોકો કોરોનાની વેદના ખૂબ જ સારી રીતે સમજી શકે છે. જેથી ભાવનગરમાં પ્રથમ પ્લાઝમા ડોનેટ કરનાર બંને વ્યક્તિઓએ બીજીવાર પણ પ્લાઝમા ડોનેટ કરી અન્ય દર્દીઓને ઉપયોગી બની રહ્યાં છે. અત્યાર સુધીમાં 230 પ્લાઝમા ડોનેટ થયેલ છે.જેમાંથી 2 વ્યક્તિએ 3 વાર અને 13 વ્યક્તિએ 2 વાર પ્લાઝમા ડોનેટ કરેલ છે. આમ 15 દર્દીઓ 3 અને 2 વાર પ્લાઝમા ડોનેટ કરી ચૂક્યા છે. ભાવનગર મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા ડો.રાજન દેસાઈ કોરોનાનો શિકાર બની ગયા હતાં. જે રોગ મુક્ત થઈને સંપૂર્ણ સ્વસ્થ થઈ જતાં તેમણે 2 વાર પ્લાઝમા ડોનેટ કર્યું છે. ભાવનગર સર.ટી.હોસ્પિટલની બ્લડ બેંક, રેડ ક્રોસ અને અન્ય સંસ્થાઓ રોગ મુક્ત થયેલા લોકોને પ્લાઝમા ડોનેટ કરવા પ્રત્યે પ્રેરિત કરી રહ્યાં છે.

પ્લાઝમા ડોનેટ કરનાર
નામકેટલી વખત પ્લાઝમા ડોનેટ કર્યું
મુદિતભાઈ પુરાણી3
વંદનભાઈ વેકરીયા3
સાજીદભાઈ પરસડા2
અબ્દુલકાદર ઈકબાલભાઈ2
અમિતભાઈ ભાયાણી2
અનિરૂધ્ધસિંહ ગોહિલ2
અવિનાશભાઈ વસાવા2
ભરતસિંહ સોલંકી2
ડૉ. રાજન દેસાઈ2
હિરેનભાઈ ગોહિલ2
ઈકબાલભાઈ પઢીયાર2
જીગ્નેશભાઈ મજેઠીયા2
મિલનભાઈ અંધારીયા2
નવિનભાઈ ચાવડા2
પરેશભાઈ મકવાણા2

(ભરત વ્યાસ-ભાવનગર)