ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર જુલાઇના આરંભે વકર્યા બાદ અંતિમ તબક્કામાં થોડો શમ્યો છે. આજે શહેર અને ગ્રામ્ય કક્ષાએ કુલ 23 કોરોના પોઝિટિવ કેસ મળ્યા તેની સામે એક દિવસમાં કુલ 42 દર્દી કોરોનામુક્ત થઇ ગયા હતા. હવે ભાવનગર શહેરમાં 149 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 21 મળીને સમગ્ર શહેર-તાલુકા-ગ્રામ્ય કક્ષાએ કુલ 170 દર્દી કોરોનાની સારવારમાં છે અને આ 170 પૈકી 7 દર્દી હોસ્પિટલમાં અને બાકીના 163 દર્દી ઘરે રહીને કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.
ભાવનગર શહેરમાં આજે જે પોઝિટિવ કેસ મળ્યા તેમાં સુવિધા ટાઉનશિપમાં 67 વર્ષીય વૃદ્ધ, ઇએસઆઇ સી સામે 33 વર્ષીય મહિલા, 50 વારિયા શાક માર્કેટ વિસ્તારમાં 40 વર્ષીય મહિલા, માણેકવાડીમાં 18 વર્ષીય યુવતી, પાન વાડીમાં 53 વર્ષીય પુરૂષ, હલુરિયા ચોક દિલ બહારના ખાંચામાં 41 વર્ષીય મહિલા, કાળુભાઇ રોડ પર 64 વર્ષીય વૃદ્ધ, ઘોઘા રોડ પર 35 વર્ષીય મહિલા, 39 વર્ષીય પુરૂષ, શાસ્ત્રી નગરમાં 40 વર્ષીય મહિલા, આતા ભાઇ ચોકમાં 59 વર્ષીય મહિલા, કાળુભાઇ રોડ પર 65 વર્ષીય વૃદ્ધ, તિલક નગરમાં 65 વર્ષીય વૃદ્ધા, સરકટ હાઉસ વાઘા વાડી રોડ પર 70 વર્ષીય વૃદ્ધ, પીજી-2 હોસ્ટેલ સર ટી. હોસ્પિટલમાં 27 વર્ષીય યુવતી, ટોપ થ્રી સર્કલ વિસ્તારમાં 19 વર્ષીય યુવક, ટોપ થ્રી પાસે 24 વર્ષીય યુવતી, તુલસી પાર્ક પાસે 32 વર્ષીય પુરૂષ, નવી બોયઝ હોસ્ટેલમાં 23 વર્ષીય યુવક, જેલ રોડ એ ડિવિઝન પાસે 40 વર્ષીય મહિલા, નર્સિંગ હોસ્ટેલ, આંબાવાડી માં 20 વર્ષીય યુવતી તથા મિલિટરી સોસાયટીમાં 21 વર્ષીય યુવતીના સમાવેશ થાય છે.
ભાવનગર તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે વરતેજમાં 37 વર્ષીય પુરૂષ કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. જ્યારે ચાર દર્દીઓ કોરોનામુક્ત થયા જેમાં તળાજાના ગઢુલામાં 25 વર્ષીય યુવક, શિહોરના સાગવાડીમાં 62 વર્ષીય વૃદ્ધા, શિહોરના નવા ગામમાં 46 વર્ષીય મહિલા તથા ઘોડાના વાળુકડમાં 46 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.