કોરોનાનો જમ્પ:એક જ દિવસમાં 23 કેસ : કુલ 328 કેસ શહેર સાથે ગ્રામ્ય વિસ્તાર પણ ભરડામાં

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હોસ્પિટલમાં 137 દર્દીઓ સારવારમાં : ડોકટર, જ્યોતિષીથી લઈ સમાજસેવકો કોરોનાના સકંજામાં
  • ભાવનગર શહેરમાં 11 અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી 12 પોઝિટિવ કેસ મળ્યા

કોરોનાની મહામારીએ ભાવનગરમાં પગ મુક્યો તેના 100 દિવસ સુધી તો ભાવનગર શહેરમાં જિલ્લાના તાલુકા મથક અને ગામડાં કરતાં કેસ વધુ મળતા રહ્યા પણ આજે 101માં દિવસે એક નવો વિક્રમ સર્જાયો હતો. જેમાં ભાવનગર શહેરમાં 11 પોઝિટિવ કેસ મળ્યા જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી 12 પોઝિટિવ કેસ મળ્યા. આજે અત્યાર સુધીના વિક્રમસર્જક 23 કેસ મળતા આજ સુધીના કુલ પોઝિટિવ કેસનો આંક 328ને આંબી ગયો છે. ભાવનગરમાં કુલ 137 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 171 દર્દીઓ સ્વસ્થ જણાતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ડો. નિલમ બાદાણી, જ્યોતિષી રાજેન્દ્રભાઈ ત્રિવેદી તેમજ સમાજસેવકો કોરોનાના સકંજામાં આવી ગયા છે.

વલ્લભીપુરના ધોબી શેરી ખાતે રહેતા 45 વર્ષીય નિતિનભાઈ ગુજરાતીનો રિપોર્ટ પોઝીટીવ આવતા સર ટી. હોસ્પિ.માં દાખલ કરાયા છે

ભાવનગરના પોપટભાઈની વાડી, રેલવે હોસ્પિટલ ખાતે રહેતા 27 વર્ષીય ડો.નિલમ બાદાણી, સ્વસ્તિક સોસાયટી, આંબાવાડી ખાતે રહેતા 25 વર્ષીય મંથનભાઈ મહેતા, આદિત્ય ફ્લેટ, ઓમ પાર્ટી પ્લોટ ખાતે રહેતા 47 વર્ષીય રાજેન્દ્રસિંહ ચુડાસમા, સિંધુનગર, રૂમ નં.72 ખાતે રહેતા 51 વર્ષીય સુરેશભાઈ કુકડેજા, સાગવાડી, કાળીયાબીડ ખાતે રહેતા 45 વર્ષીય જીવરાજભાઈ ધામેલીયા, વિદ્યાનગર, ગવ. હાઉસિંગ સોસાયટી ખાતે રહેતા 58 વર્ષીય રાજેન્દ્રભાઈ ત્રિવેદી, બૌધિક ગૃહ ઉદ્યોગ સોસા., જ્વેલ્સ સર્કલ ખાતે રહેતા 54 વર્ષીય હિરેનભાઈ ચાવડા, શાંતિનગર, કાળીયાબીડ ખાતે રહેતા 47 વર્ષીય ગુલાબસિંહ સરવૈયા, આંબાવાડી, મંગળા માતા મંદિર ખાતે રહેતા 59 વર્ષીય જયશ્રીબેન તન્ના, સિંધુનગર ખાતે રહેતા 18 વર્ષીય અંજલી સંઘવાણી, કણબીવાડ, ઠાકર દ્વારા શેરી ખાતે રહેતા 56 વર્ષીય હિતેષભાઈ પટેલ, જેસરના સાવરકુંડલા રોડ ખાતે રહેતા 18 વર્ષીય હરક્રિષ્નભાઈ ગજેરા, જેસરના સાવરકુંડલા રોડ ખાતે રહેતા 25 વર્ષીય રામજીભાઈ ગજેરા, જેસરના સાવરકુંડલા રોડ ખાતે રહેતા 28 વર્ષીય પીનલબેન ગજેરા, ભાવનગરના ભંડારીયા ગામ ખાતે રહેતા 55 વર્ષીય વલ્લભભાઈ ધોરી, મહુવાના અખેગઢ ગામ ખાતે રહેતા 20 વર્ષીય રવિના વાળા, મહુવાના આસરણા ગામ ખાતે રહેતા 35 વર્ષીય અશોકભાઈ રાઠોડ, ભાવનગરના તરેડ ગામ ખાતે રહેતા 57 વર્ષીય ડાયીબેન કાકલોત્તર, ઉમરાળાના દડવા ગામ ખાતે રહેતા 48 વર્ષીય અશોકભાઈ ચૌહાણ, તળાજાના સરતાનપર ગામ ખાતે રહેતા 31 વર્ષીય દિલીપભાઈ બારૈયા, ઉમરાળાના દડવા ગામ ખાતે રહેતા 35 વર્ષીય બકદેવભાઈ સોલંકી, વલ્લભીપુરના ભગતબાપુના મંદિર પાસે રહેતા 50 વર્ષીય દિલીપભાઈ શેટા અને વલ્લભીપુરના ધોબી શેરી ખાતે રહેતા 45 વર્ષીય નિતિનભાઈ ગુજરાતીનો રિપોર્ટ પોઝીટીવ આવતા સર ટી. હોસ્પિ.માં દાખલ કરાયા છે.

નવ દર્દીઓ ડિસ્ચાર્જ

મહુવાના અવધ સોસાયટી ખાતે રહેતા 52 વર્ષીય દુલાભાઈ બલદાણીયા, મુંબઈના સ્ટાફ ક્વાર્ટર, મલાડ(ઈસ્ટ) ખાતે રહેતા 23 વર્ષીય લક્ષ્મણભાઈ ચૌહાણ,  બરવાળાના ઘેલાસા ડેલી ખાતે રહેતા 58 વર્ષીય ઇલેશભાઈ દોશી,  સુરતના કામરેજ ખાતે રહેતા 60 વર્ષીય વિરૂબેન કણકોટીયા, સુરતના કામરેજ ખાતે રહેતા 40 વર્ષીય યોગેશભાઈ કણકોટીયા, ઉનાના મોટા દેસર ખાતે રહેતા 22 વર્ષીય અસ્મિતાબેન પમક,  તળાજાના રેલ્વે સ્ટેશન રોડ ખાતે રહેતા 1 વર્ષીય સૌર્ય હડિયા, તળાજાના રેલ્વે સ્ટેશન રોડ ખાતે રહેતા 29 વર્ષીય ઇલાબેન હડિયા અને મહુવાના અવધ સોસાયટી ખાતે રહેતા 48 વર્ષીય લાભુબેન બલદાણીયાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

પોઝિટિવ દર્દીને ગોતવામાં તંત્રને આખી રાત દોડધામ

ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં શાંતિ નગર શેરી નંબર 1, પૂનમ ટેર્નામેન્ટ, સી-4811માં રહેતા 47 વર્ષીય ગુલાબસિંહ લખુભા સરવૈયા હોસ્પિટલમાં દાખલ હતા અને તેઓ કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. હોસ્પિટલમાંથી આ કોરોના પોઝિટિવ દર્દી ભાગી જતાં ગઈ કાલે આખી રાત મહાનગર પાલિકાના સ્ટાફને આ દર્દીને ગોતવા માટે દોડધામ કરવી પડી હતી. આખરે તેઓ ક્રિષ્ના પ્રાઇવેટ હોસ્પિટલમાંથી મળી આવ્યા હતા. 

હનુમંત હોસ્પિટલમાં 20 બેડ કાર્યરત થશે

મહુવા શહેર અને તાલુકામાં કોરોના કેસ વધતા મહુવાની હનુમંત હોસ્પિટલના 20 બેડ જે અગાઉ રિઝર્વ રાખવામાં આવ્યા હતા તેને કાર્યરત કરવા ગતિવિધિ શરૂ કરવામાં આવી છે. એક-બે દિવસમાં હનુમંત હોસ્પિટલમાં 20 બેડ કાર્યરત થયેથી  શહેર અને તાલુકાના દર્દીઓને ભાવનગર મોકલવામાં નહીં આવે.

અન્ય સમાચારો પણ છે...