કોરોનાનો ઉછાળો:10 દિવસમાં ભાવનગરમાં નવા 223 પોઝિટિવ કેસ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રવિવારે ભાવનગર શહેરમાં કોરોનાના 30 અને ગ્રામ્યમાં 1 કેસ
  • શહેરમાં 10 દિવસમાં નવા 193 અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના નવા 30 કેસ મળ્યા

ભાવનગર શહેર અને જિલ્લામાં જુલાઇ માસના આરંભથી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે જો કે હજી મોટા ભાગના કેસ ઘરે સારવારથી જ સારા થઇ જાય છે. પણ કોરોના રસીકરણ ન કરાવ્યું હોય તેવા 10થી 17 વર્ષના બાળકો અને કિશોરોએ સાવધાની રાખી તત્કાલ રસીકરણ કરાવી લેવું જોઇએ. આજે ભાવનગર શહેરમાં નવા 30 પોઝિટિવ કેસ મળ્યા જ્યારે ગ્રામ્ય કક્ષાએ નવો એક કેસ મળ્યો. છેલ્લાં 10 દિવસમાં ભાવનગર શહેરમાં નવા 193 અને ગ્રામ્ય કક્ષાએ નવા 30 કેસ મળતા શહેર-જિલ્લામાં કુલ મળીને 223 કેસ નોંધાયા છે.

ભાવનગર શહેરમાં આજે ઘોઘા રોડ રાજારામના અવડા પાસે 35 વર્ષીય પુરૂષ, ઓલ્ડ નગર સોસાયટીમાં બૂટ ભવાની કૃપા ખાતે 35 વર્ષીય મહિલા, ઓલ્ડ નગર સોસાયટીમાં બૂટ ભવાની કૃપા ખાતે 39 વર્ષીય પુરૂષ, ઓલ્ડ નગર સોસાયટીમાં બૂટ ભવાની કૃપા ખાતે 2 વર્ષીય બાળકી, વિદ્યાનગર ગવર્નમેન્ટ સોસાયટીમાં 40 વરષીય મહિલા, આતાભાઇ રોડ ગોવર્ધનનાથ હવેલી પાસે 52 વર્ષીય પુરૂષ, નિલમબાગ રોડ પર મહાલક્ષ્મીનગરમાં 41 વર્ષીય પુરૂષ, ફુલવાડી ચોક, અક્ષરવાડી, હીલડ્રાઇવ ખાતે 58 વર્ષીય પુરૂષ, કેશા એપાર્ટમેન્ટ નજીક 23 વર્ષીય યુવાન, મોહનનગર ખાતે 65 વર્ષીય વૃદ્ધ, ટોપ-થ્રી શક્તિનગરમાં 28 વર્ષીય યુવતી, ભરતનગરમાં ભવાની મંદિર સામે 45 વર્ષીય મહિલા, આનંદનગરમાં છેલ્લું બસ સ્ટેશન ખાતે 39 વર્ષીય મહિલા, રોહિદાસ ચોક ખાતે 56 વર્ષીય મહિલા, વણકરવાસ રેશન શોપ નજીક 30 વર્ષી યુવતી, રોહિદાસ ચોક આનંદનગર ખાતે 51 વર્ષીય મહિલા, રજપૂત સોસાયટી બેન્ક કોલોનીમાં 18 વર્ષીય યુવતી, કાળિયાબીડ ખાતે 12 વર્ષીય કિશોર, સરિતા સોસાયટીમાં 42 વર્ષીય પુરૂષ, જેલ રોડ પર 37 વર્ષીય પુરૂષ, રામદેવનગરમાં 42 વર્ષીય મહિલા, ઇન્દિરાનગરમાં 60 વર્ષીય વૃદ્ધ, નર્સિંગ હોસ્ટલમાં 26 વર્ષીય યુવતી, રૂવાપરી રોડ ખેડૂતવાસમાં 20 વર્ષીય યુવાન, સર ટી. હોસ્પિટલ ઇન્ટર્ન હોસ્ટેલમાં 24 વર્ષીય યુવક, ભાયાણીની વાડી તુલસીનગરમાં 27 વર્ષીય યુવાન, ચિત્રા ગણેશનગરમાં 35 વર્ષીય મહિલા, ભરતનગર કૈલાસ સોસાયટીમાં 19 વર્ષીય યુવતી તથા જિલ્લા જેલમાં 55 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ જાહેર કરાયા હતા. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ આજે ઘોઘાના હોઇદડ ખાતે 34 વર્ષીય પુરૂષને પોઝિટિવ જાહેર કરાયા હતા.

એક્ટિવ કેસની સંખ્યા 211 થઇ
ભાવનગર શહેરમાં હાલ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા 182 અને ગ્રામ્ય કક્ષાએ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા 29 છે આથી કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 223 છે. જેમાં શહેરમાં 2 દર્દી અને ગ્રામ્ય કક્ષાએ 4 દર્દી મળીને કુલ 6 દર્દી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...