હાઇકોર્ટ દ્વારા જે રીતે રખડતા ઢોર બાબતે ગંભીરતા દેખાડી છે તે જ રીતે અને તેનાથી પણ વધુ ગંભીરતા ફાયર સેફ્ટીના મુદ્દે પણ દર્શાવી સરકારની ઝાટકણી કાઢે છે. પરંતુ ચાર દિન કી ચાંદનીની જેમ જ્યારે કોઈ ગંભીર ઘટના બને ત્યારે તંત્ર દોડતું થાય છે. હાલમાં પણ ભાવનગર શહેરના 221 બિલ્ડીંગો ફાયર સેફટી વગરના છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા છેલ્લા સવા બે મહિનાથી દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ છે. જેમાં ફાયર બ્રિગેડ વિભાગની ટીમને પણ સતત સાથે રાખવામાં આવે છે. જેને કારણે લાંબા સમયથી ફાયર બ્રિગેડની ટીમ તેની મૂળ કામગીરીથી અળગી રહે છે.
પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી પુનઃ ફાયર બ્રિગેડની ટીમને તેની મૂળ કામગીરી ફાયર સેફટી માટે કાર્યરત કરવામાં આવી છે. અને એસેમ્બલી બિલ્ડીંગો એટલે કે, મેરેજ હોલ, પાર્ટી પ્લોટ, ગાર્ડન રેસ્ટોરન્ટ સહિતનાને ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવા માટે સતત સુચના અને નોટિસો છતાં ફાયર સેફ્ટી ના સાધનો ઇન્સ્ટોલ નહીં કરાવતા સીલ મારવામાં આવી રહ્યા છે. પરંતુ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ 947 બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સાધનો નિયમ અનુસાર ઇન્સ્ટોલ કરવાનું જરૂરી જણાતુ હતું.
જે પૈકી નોટિસો અને સીલ મારવાની કાર્યવાહી બાદ 726 બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ કરાવી એન.ઓ.સી. મેળવી લીધા છે પરંતુ હાલમાં પણ 221 બિલ્ડીંગોમાં ફાયર એનઓસી ઇસ્યુ કરાયા નથી. જે પૈકી 30 એસેમ્બલી બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીનો અભાવ છે. હોટલ રેસ્ટોરન્ટ, શૈક્ષણિક સંસ્થાઓ, પેટ્રોલ પંપ, હોસ્પિટલ સહિતમાં તો મોટાભાગના બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરી એનઓસી પણ મેળવી લીધા છે પરંતુ રેસીડેન્ટ બિલ્ડીંગ, એસેમ્બલી અને બિઝનેસ મર્ચન્ટ એટલે કે બેન્ક, ઓફીસ, લેબોરેટરી સહિતની મિલકતોમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળે છે.
સાધારણ સભામાં પણ ફાયર બ્રિગેડના મહેકમના મુદ્દે લાંબા સમયથી ઇન્ચાર્જ પર ચાલતી ચિફ ફાયર ઓફિસરની જગ્યા બાબતે પ્રશ્ન પૂછાયો હતો. હાલના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે પણ અગાઉ આ જવાબદારીમાંથી મુક્તિ આપવા લેખિતમાં જણાવ્યું છે.
ફાયર NOC વગરની બિલ્ડીંગો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.