આવતી કાલ તા.4 માર્ચના રોજ ઓબેસિટી ડેની ઉજવણી થવાની છે ત્યારે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 મુજબ ગુજરાતમાં પુરુષોમાં મેદસ્વીતાનું પ્રમાણ 19.9 ટકા છે જ્યારે મહિલાઓમાં આ ટકાવારી 22.6 ટકા છે. આમ, વધુ પડતા વજનની સમસ્યા પુરુષો કરતા મહિલાઓમાં અઢી ટકા વધુ છે. સ્થૂળતાનું પ્રમાણ વધી રહ્યુ઼ છે.
તેના કારણોમાં ઘટેલું શારીરિક કામનું પ્રમાણ અને ખાવાની આદત અનિયમિત થયાની સાથે બહારનું જંક ફૂડ ખાવાનું વધી ગયું છે તે મુખ્ય છે. હવે તો સ્થૂળતા દુર કરવા માટે બેરિયાટ્રિક સર્જરી કરાવી રહ્યા છે. શારીરિક કસરતોનું પ્રમાણ પણ ખાસ કરીને બાળકો અને યુવાનોમાં વધે તે જરૂરી છે.
ગુજરાતભરમાં સ્થૂળતાની સમસ્યા હવે વિકરાળ બની
ભાવનગર સહિત ગુજરાતભરમાં સ્થૂળતાની સમસ્યા હવે વિકરાળ બની છે. સ્થૂળતાના કારણે અનેક પ્રકારની બીમારીઓ થવાનો ખતરો પણ રહે છે. સ્થૂળતા વધવાનું સૌથી મોટું કારણ ખોટું ખાવું અને ખરાબ જીવનશૈલી છે. લોકોની શારીરિક પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. લોકો કલાકો સુધી મોબાઇલ કે લેપટોપની સામે સોશિયલ મીડિયામાં કાર્યરત રહે છે. લોકો ઓનલાઈન જંક ફૂડ ઓર્ડર કરે છે. જે ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ અને ચરબીનું પ્રમાણ વધુ હોય છે. આ બધા કારણોથી વજન વધી જાય છે.
સ્થૂળતાના કારણે અનેક પ્રકારની બીમારીઓ થવાનો ખતરો
ગુજરાતમાં શહેરી વિસ્તારમાં મહિલાઓમાં મેદસ્વીતાનું પ્રમાણ 30.4 ટકા, ગ્રામ્ય કક્ષાએ 17 ટકા અને કુલ એકંદરે 22.6 ટકા છે. જ્યારે પુરૂષોમાં શહેરી વિસ્તારમાં મેદસ્વીતાનું પ્રમાણ 26.6 ટકા, ગ્રામ્ય કક્ષાએ 15.6 ટકા અને કુલ એકંદરે 19.9 ટકા છે. તો ભાવનગરમાં મહિલાઓમાં સ્થૂળતાનું પ્રમાણ 29.4 ટકા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.