કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં આજે કોરોનાના 22 નવા કેસ, એકનું મોત

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરમાં 67 અને ગ્રામ્યમાં 8 દર્દીઓ મળી કુલ 75 એક્ટિવ કેસ

સરકાર-તંત્ર દ્વારા હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને ત્રીજી લહેર ઘોષિત કરી છે ત્યારે ભાવનગરમાં દરરોજ વધતાં જતાં સંક્રમણ-કેસને પગલે સર્વત્ર ચિંતાનો માહોલ સર્જાયો છે.

ભાવનગર જિલ્લામાં આજે 22 કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે 18 નવા કેસ નોંધાયા હતા જેમાં 5 પુરુષનો અને 13 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ગ્રામ્યમાં પણ 4 કેસ નોંધાયા હતા જેમાં 3 પુરુષનો અને 1 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લાના ઉમરાળા તાલુકાના ગામના એક મહિલા દર્દીનું મોત નીપજ્યું હતું. ભાવનગર સર ટી હોસ્પિટલની 45 વર્ષીય મહિલા ડોક્ટર તથા પંજાબ બેંકનો કર્મચારી કોરોનાની ઝપડેમાં આવ્યો છે,તેમાંથી 8 કેસો ટ્રાવેલિંગ હિસ્ટ્રી છે, જ્યારે 10 કેસની કોઈ હિસ્ટ્રી નથી, ભાવનગર શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી આવેલા છે જેમાં દેવુબાગ, ગીતાચોક, સુભાષનગર, અનંતવાડી, વિદ્યાનગર, શિશુવિહાર, વોરાબજાર અને હિલડ્રાઈવ સહિતના વિસ્તારોમાં કેસો નોંધાયા છે.

આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને 67 પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં 8 દર્દી મળી કુલ 75 એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 596 કેસ પૈકી હાલ 75 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 300 દર્દીઓનું અવસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...