વ્યાખ્યાન:21મીએ ફિઝીક્સ ડીપાર્ટમેન્ટમાં નેશનલ કોન્ફરન્સનું આયોજન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ભૌતિક શાસ્ત્ર ભવન ખાતે તારીખ 21 ના રોજ એડવાન્સ ઈન મટીરીયલ સાયન્સ વિષય ઉપર એક દિવસની નેશનલ કોન્ફરન્સ યોજાશે. જેમાં વિષયના તજજ્ઞો દ્વારા માનવજાતના કલ્યાણ માટે કઈ રીતે મટીરીયલ સાયન્સનો ઉપયોગ થઈ શકે તેના વિશે વાર્તાલાપ યોજાશે. જેમાં તજજ્ઞો વક્તવ્ય આપશે.

તા.21 સપ્ટેમ્બરને મંગળવારે સવારે 10 કલાકે કોન્ફરન્સનો ઉદઘાટન સમારોહ યોજાશે. જેમાં યુનિ.ના કુલપતિ ડો.મહિતપસિંહ ચાવડા વક્તવ્ય આપશે. આ કોન્ફરન્સમાં વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક ડો.પંકજ જોષી પ્રો.કે.એલ.નરસિંહમ્ન મેમોરિયલ વ્યાખ્યાન આપશે. 12.15 કલાકે ડો.કાનન શ્રીનિવાસન અને 12.50 કલાકથી પ્રો.આર.વી.ઉપાધ્યાપ વક્તવ્ય આપશે. બપોરે 2.30 કલાકે પ્રો.ડી.પલ્લમરાજુ અને બપોરે 3.05 કલાકે પ્રો.પી.કે.ઝાલા વ્યાખ્યાન આપશે. સાંજે 5.25 કલાકમે સમાપન સમારોહ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...