તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ભાવનગરમાં ચોથા દિવસે 218 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા, અત્યારે સુધીમાં કુલ 653 ઉમેદવારી ફોર્મ લેવાયા

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે 9 ઉમેદવારી પત્રો ભરાયા અત્યારે સુધીમાં કુલ 11 ફોર્મ ભરાયા

ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણી નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થઇ ગયો છે. આજે ચોથા દિવસે પણ કુલ 218 ઉમેદવારો ચૂંટણી ફોર્મ લઇ ગયા હતા પરંતુ આજે 9 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા અને અત્યારે સુધીમાં કુલ 11 ફોર્મ ભરાયા હતા તેમ ચૂંટણી શાખાએ જણાવ્યું છે.

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ હતી. જેને લઇ પ્રથમ દિવસે ઉમેદવારો આશરે 85 ફોર્મ લઈ ગયા હતા પરંતુ એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હતું અને આજે બીજા દિવસે પણ 107 ફોર્મ લઈ ગયા હતા. ત્રીજા દિવસે 243 ફોર્મ લઈ ગયા હતા. જેમાંથી 2 ઉમેદવારો ફોર્મ ભરીને પાછા આપ્યા હતા. જયારે ચોથા દિવસે 218 ફોર્મ લઈ ગયા હતા અને તેમાંથી 9 ઉમેદવારો ફોર્મ ભર્યા હતા આમ અત્યાર સુધીમાં 653 ઉમેદવારો ઉપડી ગયા છે. અને કુલ 11 ફોર્મ અત્યારે સુધી માં ઉમેદવારી નોંધાવી ચુક્યા છે.

ભાવનગર મહાનગરપાલિકા ની ચૂંટણી આગામી તા.8 મી એ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે, આગામી તા.9 મી ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસ રહેશે અને 21 મીએ મતદાન થશે અને 22 મીએ જરૂરી હોય તો પુનઃ મતદાન કરી શકાશે અને ૨૩મીએ મતગણતરી હાથ ધરાશે અને 26 ફેબ્રુઆરીના ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે.

આગામી બે-ત્રણ દિવસમાં તમામ રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરશે અને ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભરવાનો ધમધમાટ શરૂ થશે તેમ જણાઈ રહ્યું છે અપક્ષ ઉમેદવારો માંથી એક-બે દિવસની અંદર ફોર્મ ભરાશે તેમ ચર્ચાઈ રહ્યું છે ચૂંટણી જાહેરનામું બહાર પડતા રાજકીય હલચલ શરૂ થઇ ગઇ છે અને રાજકીય પક્ષો ઉમેદવારો ફાઇનલ કરવામાં લાગી ગયા છે ચૂંટણીના પગલે સરકારી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો