ફરિયાદ:કેદારીયા ધોધ મહાદેવે સોસા.ના 21 સભ્યો દર્શન કરવા જતા કાત્રોડી ગામ પાસે હાઇ-વે પરના ખાડાએ લીધો પિતા-પુત્રનો ભોગ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા પર ખાડો આવતા બોલેરો ઉછળી અને વાડ ઉપર બેસેલા ચૌહાણ પરિવારના સભ્યો રસ્તા પર ફંગોળાયા

શહેર-જિલ્લા સહીત રાજયમાં મેઘ મહેર અપરંપાર થઇ છે. અને તમામ નદી-નાળા છલકાઇ ગયા છે. ભાવનગર શહેર-જીલ્લાના મોટા ભાગના રસ્તાઓ ધોવાઇ ગયા છે. અને રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેમા લીધે વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહયો છે. તો અનેક જગ્યાએ નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ બનાવ પામી છે. જેમા વધુ એક ઘટના રવિવારે રાત્રે બનાવ પામી છે.

કાત્રોડી ગામ પાસે એક બોલેરો રોડ પરના ખાડામા પડતા અને તેમાં સવાર સોસાયટીના 21 મુસાફરો પૈકી ચૌહાણ પરિવારના ત્રણ સભ્યો રસ્તા પર ફંગોળાઇ ગયા હતા. અચાનક બનેલી આ ઘટનામા ઇજાગ્રસ્ત પિતા-પુત્રના કમકમાટીભર્યા મોત નીપજયા હતા. જયારે ઇજાગ્રસ્ત યુવતિને સારવાર્થે ભાવનગર ખસેડવામા આવેલ છે. કાત્રોડી ગામ પાસે આવેલ કેદારીયા ધોધ મહાદેવે સોસાયટીના 21 સભ્યો દર્શન કરવા જતા હતા. તે વખતે બોલેરો નં જીજે 4 એડબલ્યુ 1756 ના ચાલક શૈલેશભાઇ જીવાભાઇ બાંભણીયા (25 રહે વંદના સો.સા મહુવા) વાળાએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બોલેરોની વાડ પર બેસેલા પ્રવિણભાઇ લવજીભાઇ ચૌહાણ ( ઉ.વ.46 , રહે. વિપુલ સોસાયટી,જાદરા રોડ,મહુવા ) તથા તેમના પુત્ર શીવમ પ્રવીણભાઇ ચૌહાણ ( ઉ.વ.13 ) ને ગંભીર ઇજા પહોચતા મૃત્યું નીપજયા હતા. જયારે ગંભીર રીતે ઇજા પામેલ અંજલીબેનને સારવારઅર્થે ભાવનગર ખસેડાયા હતા.

બનાવની ગંભીરતા એ છે કે મહુવાની એક જ સોસાયટીના પુરૂષો મહિલાઓ અને બાળકો સહિત 21 સભ્ય બોલેરો પીકઅપમાં મુસાફરી કરતા હતા જેમાં અનેક લોકો બોલેરોની વાડ ઉપર બેઠા હતા. બનાવ અંગે જયસુખ કરશન ગોહિલે જેસર પોલીસ મથકમાં બોલેરો ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...