વેકેશન:આજથી શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન, 10મી નવેમ્બરથી બીજા સત્રનો આરંભ થશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દ્વિતિય સત્રમાં 14 માર્ચથી ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો આરંભ થશે

ગુજરાત રાજ્યની પ્રાથમિક તથા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આવતી કાલ તા.20 ઓક્ટોબરને ગુરવારથી દિવાળી વેકેશનનો આરંભ થશે. શાળાઓમાં આજે શૈક્ષણિક કાર્યનો અંતિમ દિવસ હતો. હવે શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. આ વેકેશન તા.9 નવેમ્બર સુધી છે અને 10 નવેમ્બરથી ધો.1થી ધો.12ની તમામ શાળાઓમાં એક સમાન રીતે દ્વિતીય શૈક્ષણિક સત્રનો આરંભ થશે. બીજા સત્રમાં ધો.9થી 12ની દ્વિતીય કે પ્રિલિમ પરીક્ષા તા.27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે.

જ્યારે ધો.9 માટે અગત્યની ગણાતી પ્રખરતા શોધ કસોટી તા.7 ફેબ્રુઆરીના રોજ લેવામાં આવશે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્ર વધુ અગત્યનું ગણાય છે. ધો.3થી ધો.12 જેમાં વિદ્યાર્થીઓની શાળાઓમાં પરીક્ષા લેવામાં આવે છે. ખાનગી શાળાઓમાં તો ધો. 1 અને ધો.2માં પણ પરીક્ષા લેવામાં આવે છે.

તે તમામ વિદ્યાર્થીઓ માટે દ્વિતીય શૈક્ષણિક સત્ર વધુ અગત્યનું હોય છે. ધો.10 અને ધો.12ની ગુજરાત બોર્ડની પરીક્ષા 2023માં 14 માર્ચથી 31 માર્ચ દરમિયાન લેવામાં આવશે. જ્યારે ધો.9 અને ધો.11ની શાળાકીય પરીક્ષા 10 એપ્રિલ,2023થી 21 એપ્રિલ,2023 દરમિયાન લેવાનું આયોજન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ દ્વારા ઘડવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...