ખાસ વ્યવસ્થા:20,382 દિવ્યાંગોને મતદાન મથકોએ લઈ જવા માટે વાહનની ખાસ વ્યવસ્થા

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ 3497 દિવ્યાંગ મતદાર ભાવનગર ગ્રામ્યમાં જ્યારે સૌથી ઓછા 2602 દિવ્યાંગ મતદારો ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકમાં

ભાવનગર જિલ્લામાં આગામી તા.1 ડિસેમ્બરે મતદાન છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા બેઠકો પર કુલ 20,382 દિવ્યાંગ મતદારો છે. જેમાં સૌથી વધુ 3497 મતદાર ભાવનગર ગ્રામ્યમાં નોંધાયેલા છે જ્યારે સૌથી ઓછા 2602 દિવ્યાંગ મતદારો ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકમાં નોંધાયેલા છે. દિવ્યાંગ મતદારોને મતદાન મથક ઉપર વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તેમને આવવા- જવા માટે નિઃશુલ્ક વાહન સુવિધા અને પોસ્ટલ બેલેટની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જ્યારે દ્રષ્ટિહિન મતદારોને એક સાથીદારને સાથે લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે. તેમજ શ્રવણ અને વાક નિ:શક્તતા ધરાવતા મતદારો માટે સાંકેતિક ભાષામાં મતદાન પ્રક્રિયાની સમજ આપતા પોસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે. એટલું જ નહિં, દરેક જિલ્લા મથકે સહાયતા માટે બ્રેઈલ લીપી જાણતાં તજજ્ઞોની સેવાઓ લેવામાં આવશે. શ્રવણ અને વાક નિ:શક્તતા ધરાવતા મતદારો માટે સાંકેતિક ભાષામાં મતદાન પ્રક્રિયાની સમજ આપતા પોસ્ટર તૈયાર કરવામાં આવ્યા છે. આ મતદારોની સહાયતા માટે મતદાનના દિવસે જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમમાં સાંકેતિક ભાષાના જાણકાર સહાયકની નિયુક્તી કરાશે.

ભાવનગરમાં દિવ્યાંગ મતદારો
વિધાનસભાપુરૂષમહિલાકુલ
મહુવા141113422753
તળાજા172312452968
ગારિયાધાર15231,4082931
પાલિતાણા18381,1522990
ભાવ. ગ્રામ્ય20011,4963497
ભાવ. પૂર્વ148911522641
ભાવ. પશ્ચિમ149211102602
કુલ11477890520382

દ્રષ્ટિહિન મતદારો માટે EVMના બેલેટ યુનિટ પર બ્રેઇલ ચિન્હ હશે
દ્રષ્ટિહિન મતદારોને લાઈનમાં ઊભા રહ્યા વિના મતદાન મથકોમાં પ્રવેશ માટે પ્રાધાન્ય આપવામાં આવશે. ચૂંટણી સંચાલન નિયમોની જોગવાઇઓ મુજબ દ્રષ્ટિહીન મતદાર સાથે એક સાથીદારને જવાની પરવાનગી આપવામાં આવી છે. દ્રષ્ટિહિન મતદારોની સુગમતા માટે EVMના બેલેટ યુનિટ પર બ્રેઇલ ચિહ્ન તથા દરેક મતદાન મથક ઉપર બ્રેઇલ લીપિમાં બેલેટ પેપર ઉપલબ્ધ હોય છે.

અન્ય સમાચારો પણ છે...