તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બાદ કલ્ચરમાં પરિવર્તન:2020 : સંસ્કૃતિ ઉપર કોરોનાના સંક્રમણનું વર્ષ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિદ્યાર્થીઓનો દુશ્મન મનાતો મોબાઇલ અભ્યાસ માટે શ્રેષ્ઠ મિત્ર બની ગયો !!
 • મૃત્યુ બાદ બેસણામાં માસ્ક વિતરણ શરૂ થયા
 • OTT પ્લેટફોર્મ થિયેટરનું વિકલ્પ બન્યું
 • માસ્ક પહેરવાને લીધે અન્ય રોગોનું સંક્રમણ ઘટ્યું

ગત તા.26 માર્ચ,2020થી ભાવનગરમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયા બાદ છેલ્લાં 9 માસ જેટલા સમયગાળા દરમિયાન લોકોના જીવનમાં ઘણા પરિવર્તન આવ્યાં છે. જેમાં જન્મ અને લગ્નથી લઇને મરણ સુધીના રીત-રિવાજોમાં આમૂલ પરિવર્તન આવી ગયા છે. જેનું એક માત્ર કારણ કોરોના છે. ખાસ તો લોકડાઉન દરમિયાન લોકોની જીવન શૈલીમાં ધરમૂળમાંથી ફેરફાર આવ્યો હતો.

અભ્યાસનું સાધન બની ગયો મોબાઈલ
કોરોના આવ્યો તે પૂર્વે વાલીઓ મોબાઇલ ને તેમના સંતાનો માટે દુશ્મન માનતા હતા પણ કોરોનાની મહામારી શરૂ થઇ લોકડાઉન આવ્યું, શાળાઓ બંધ થઇ અને ઓનલાઇન અભ્યાસ શરૂ કરાતા મોબાઇલ હવે વિદ્યાર્થીના દુશ્મનને બદલે મિત્ર બની ગયો છે.
કોચિંગ કલાસને બદલે પર્સનલ ટ્યુશનનો જમાનો
શિક્ષણમાં વધુ એક પરિવર્તન કોરોનાને કારણે આવ્યું જે મુબજ હવે વાલીઓ પોતાના વિદ્યાર્થીઓને મહત્તમ પર્સનલ ટ્યુશનમાં મોકલતા થઇ ગયા છે. હજી તો કોચિંગ ક્લાસીસ શરૂ થયા નથી પરંતુ હવે કોરોનાના ડરને લીધે વાલીઓ તેમના સંતાનોને પર્સનલ ટ્યુશનમાં મોકલવાનું વધુ પસંદ કરતા થઇ ગયા છે.
સરકારી બિલો ઓનલાઈન ભરવાનો ટ્રેન્ડ
કોરોના આવ્યા બાદ અને પાસર્લમાં આવતી વસ્તુઓ સલામત હોવાની જાણકારી મળ્યા બાદ ઓનલાઇન ખરીદીનો ટ્રેન્ડ વધી ગયો છે. આ ઉપરાંત વીજ બિલ, ગેસ બિલ, મોબાઇલ રિચાર્જ બિલ, મ્યુ. ઘરવેરા અને અન્ય બિલમાં પણ લોકો ઓનલાઇન બિલ ભરતા થઇ ગયા છે.

મૃત્યુ બાદ બેસણા ટેલિફોનિક થઈ ગયા
એક ખાસ પરિવર્તન મૃત્યુ બાદ થતા બેસણાની પ્રથામાં કોરોનાને કારણે થયું અને તે છે ટેલિફોનિક બેસણું. મૃતકના પરિવારો તેમના મોબાઇલ નંબર આપી છે એટલે સગા-સ્વજનો અને સ્નેહિજનો સૌ કોઇ ઘરે કે વાડીમાં બેસણામાં રૂબરૂ જવાને બદલે ટેલિફોન પર ખરખરો કરતા થઇ ગયા છે. આ પ્રથા સમાજ અપનાવી લીધી છે. મોત બાદ વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરે તેવો ટ્રેન્ડ ચાલ્યો છે.

ઉકાળા પીતા થતા અન્ય રોગના પ્રકોપ ઘટ્યા
કોરોના કાળમાં બધા લોકો મોટા ભાગે બહાર નિકળતા પૂર્વે માસ્ક પહેરતા થઇ જતાં, જુદા જુદા ઉકાળા પીતા થઇ જતાં ધૂળની એલર્જી, શરદી, ઉધરસ સહિતના રોગનો પ્રકોપ અગાઉની તુલનામાં ઓછો થઇ ગયો છે.

ત્રણ-ત્રણ જમણવાર કરવા પડે તેવી સ્થિતિ
લગ્ન સમારોહ તો હમણાં શરૂ થયા તેમાં પણ 100 વ્યક્તિની જ છૂટ હોય વર-કન્યાના માત્ર નજીકના જ સગાઓ હાજર રહેતા થઇ ગયા અને ઘણાએ 300 વ્યક્તિને જમાડવા જુદા જુદા ત્રણ જમણવાર કરવા પડે તેવી સ્થિતિ જોવા મળી હતી. બેન્ડવાજા, રસોયા, ફુલ અને સજાવટવાળા, મંડપવાળાથી લઇને ગોરમહારાજ સુધીનાની આવકને ભારે ફટકો પડ્યો હતો.

લોકડાઉનમાં શેરીના નાકે ટોલટપ્પા બંધ થયા
રોજ સાંજે શહેરની ગલીઓ, શેરીઓ અને સોસાયટીઓના નાકે લોકો ટોળા વળીને જાત જાતની વાતોની ચર્ચાઓ કરે તે ભાવનગરની એક વિશેષતા છે પણ લોકડાઉનના સમયગાળામાં આ પ્રથા વગર લોકોને ચેન પડતું ન હતુ.

થિયેટરો શરૂ થયા અને પાછા બંધ પણ થઈ ગયા
કોરોના કાળને લીધે લાંબો સમય સુધી થિયેટરો બંધ રહ્યા અને શરૂ થયા બાદ પણ પ્રેક્ષકો ન મળતા ફરી એક વાર બંધ કરી દેવા પડ્યા. કોઈના આદેશ વગર થિયેટરો બંધ થયા હોય કેવો આ કદાચ પહેલો બનાવ હશે. કેટલાક થિયેટરો પ્રેક્ષકોના ભાડા ઘટાડીને ચાલી રહ્યાં છે. તો જ્યાં એક સમયે ટિકિટના કાળાબજાર થતા ત્યાં હવે એક સાથે એક ટિકિટ ફ્રી જેવી યોજના પણ શરૂ કરવી પડી છે.

પરપ્રાંતિય મજુરો જે ઝડપે ગયા તે ઝડપે પાછા ફર્યા
લોકડાઉનમાં એક તબક્કે અલંગ સહિતના ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોએ રોજીરોજટીના અભાગે વતનની વાટ પકડી હતી. પણ જેવી સ્થિતિ થોડી સુધરી એટલે શ્રમિકો જે ઝડપે વતનમાં ગયા તે જ ઝડપે પરત પણ આવી ગયા તેમજ અલંગ સહિતના ઉદ્યોગ-ધંધા પૂર્વવત થઇ ગયા.

BPL તો ઠીક APL ને પણ વિનામૂલ્યે અનાજ
રેશનમાં લોકડાઉન દરમિયાન બીપીએલની સાથે એપીએલ કાર્ડધારકોને પણ ઘઉં,ચોખા, ખાંડ સહિતની ખાદ્યચીજો વિનામૂલ્યે મળી તેમાં ઘણા દયાભાવનાવાળા અને આર્થિક સદ્ધર કુટુંબોએ અન્ય ગરીબોને પોતાના ભાગનું રેશન આપ્યું હતુ.

શહેરની સેવાભાવી સંસ્થાઓએ રંગ રાખ્યો
ભાવનગર શહેરમાં સામાજિક-સેવાકીય સંસ્થાઓ દ્વારા પણ ફૂડ પેકેટસ વિતરણ કરી ભાવનગરની ગૌરવવંતી પરંપરા જાળવી રાખી હતી. માત્ર શહેરમાં જ નહી અન્ય વિસ્તારોમાં પણ ભાવનગરથી ફૂટ પેકેટસ મોકલાયા હતા. આ સહાયને લીધે કોરોનાકાળ પણ એટલો ક્રૂર રહ્યો ન હતો.

નકલી સેનેટાઈઝરનું ધૂમ વેચાણ થયું
લોકડાઉનના તબક્કામાં શહેરમાં સેનેટાઇઝરનું ધૂમ વેચાણ થયું હતુ અને નકલી સેનેટાઇઝરનું વેચાણ થતું મળ્યું હતુ. ઘણા પાસે સ્ટોક હતો તેને સારી એવી આવક થઇ ગઇ હતી. માસ્કમાં પણ એન-95ના નામે અનેક નકલી માસ્ક વેચાતા થઇ ગયા હતા. આથી સેંકડો લોકો લોકડાઉન દરમિયાન છેતરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો