કંસારા પ્રોજેક્ટ:40 દબાણોની 2000 ચો.મી. જમીન ખુલ્લી કરી, ચોમાસામાં અટકેલું કામ એજન્સીએ શરૂ કર્યુ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીલાસર્કલથી હોટલ આરાધના સુધી કંસારાના બન્ને કાંઠેના દબાણો હટાવ્યા

છેલ્લા ચાર દિવસમાં લીલા સર્કલ થી આરાધના હોટલ સુધીમાં કંસારાના બંને તરફના 40 જેટલા દબાણો દુર કર્યા હતા અને 2000 ચો.મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ભાવનગર શહેરની મધ્યમાંથી પસાર થતા ખુલ્લી ગંદકી જેવા કંસારા માટે વર્ષોથી અનેક આયોજનો થયા છે પરંતુ તે માત્ર કાગળ પર જ રહ્યા છે. જેને કારણે પાંચથી છ વોર્ડના અઢી લાખ લોકો મચ્છરો અને રોગચાળાનો ભોગ બની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી કંસારા પ્રોજેક્ટ સ્થગિત થઈ ગયો હતો. કમિશનર દ્વારા કંસારા પ્રોજેક્ટની મૂળ પહોળાઇ કરતાં અડધી પહોળાઈ કરી કામગીરી શરૂ કરાઈ.

છતાં પણ વિવાદો શરૂ રહેતા છેલ્લા ચાર દિવસથી કોર્પોરેશનના ટાઉન ડેવલોપમેન્ટ અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઇ હતી. જેમાં લીલા સર્કલ થી આરાધના હોટેલ સુધી કંસારા ની બંને તરફ આવેલા કાચા બાંધકામો, ફેન્સીંગ, ઝુપડાઓ સહિતના 40 જેટલા દબાણો લોકોને સમજૂતી સાથે હટાવ્યા હતા.

જોકે હજુ આ વિસ્તારમાં હીરાના કારખાનાના પાકા બાંધકામો દૂર કરવાના બાકી છે. પરંતુ આ ચાર દિવસમાં દબાણ હટાવતા બે હજાર ચોરસ મીટર જેટલી કંસારાની જમીન ખુલ્લી કરવામાં આવી હતી જ્યારે ચોમાસાને કારણે અટકેલું કેનાલ અને અર્થ વર્કનું કામ પણ આગામી દિવસોમાં શરૂ થવાની શક્યતા છે. હાલમાં જંગલ કટીંગનું કામ શરૂ છે. તેમજ 8.1 કિલોમીટર પૈકી 1240 રનીંગ મીટરનું કામ જ પૂર્ણ થયેલું છે.

અન્ય સમાચારો પણ છે...