આયોજન:સીટુ દ્વારા લોકોને સહાય માટે 2000 સહી એકત્રિત કરાઇ

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોની સહીઓ સાથે પત્રિકા વિતરણ કરાયુ
  • 21મી તારીખે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવવાનું આયોજન

સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન દ્વારા શ્રમિકો, ખેડૂતોને રાહત તથા માંગણીઓ માટેની સહી ઝુંબેશ પાનવાડી ચોકથી પ્રારંભ કરવામાં આવ્યો હતો અને પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે બે હજાર સહીઓ એકત્રિત કરી હતી અને આગામી દિવસોમાં 6 વિસ્તારોમાં કાર્યક્રમ યોજાશે.

સીટુ લાલ વાવટા ના નેજા હેઠળ જન જાગૃતિના અભિયાનના ભાગરૂપે 21મી તારીખે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવવાનું હોય તેમાં આ તમામ સહીઓ સાથે આવેદન અપાશે. જેમાં જનતા માટે તેમજ આશાવર્કર બહેનો માટે સહાયની માંગણીઓ કરવામાં આવી છે.

ઇવા મહેતાની સ્મૂતિમાં મિથેલિન બ્લુનું વિતરણ
શ્રેષ્ઠ મહિલા સેવકનું બિરુદ મેળવનાર ક્રાંતિકારી મહિલા સેવક ઇવાબેન અરૂણભાઇ મહેતાની 16મી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ પાનવાડી ખાતે યોજાયો હતો. જેમાં મિથેલિન બ્લુ બોટલ અને માસ્ક વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...