ભેળસેળ:પંડ્યા મીઠાઈના ગોડાઉનમાંથી 200 કિલો નકલી ઘી ઝડપાયું

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરિતા સોસાયટીમાં ગોડાઉનમાંથી નકલી ઘી સાથે 400 કિલો નકલી મલાઈ પણ ઝડપાઇ ગઇ

ભાવનગર શહેરમાં ચૂંટણી પૂર્વે પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ દરોડાની કાર્યવાહી થઇ રહી છે તેમાં આજે શહેરમાં સરિતા સોસાયટી ખાતે પંડ્યા ડેરી ફાર્મના ગોડાઉનમાંથી બાતમીના આધારે નકલી ઘીનો મસમોટો જથ્થો ઝડપી લેવાયાો હતો.

ભાવનગર શહેરમાં પંડ્યા ડેરી ફાર્મ નામની મીઠાઈની દુકાનના સરિતા સોસાયટી શેરી નંબર 11 માં આવેલ ગોડાઉનમાં નકલી ઘી હોવાની બાતમીના આધારે ભાવનગર એસઓજી પોલીસના પીઆઇ ભરવાડ સહિતના સ્ટાફે રેડ પાડી 200 કિલો નકલી ઘી તથા 400 કિલો નકલી મલાઈ સહિતની વસ્તુઓ ઝડપી પાડી દુકાનના માલિક હાર્દિક પંડ્યા સામે પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આરોગ્ય વિભાગની ટીમે અલગ અલગ સેમ્પલ લઈને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...