તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધાનસભામાં રજૂઆત:કોરોના કાળમાં ભાવનગરમાં અકસ્માતોમાં 20%નો ઘટાડો

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અકસ્માતથી મોતમાં 22.86 ટકાનો ઘટાડો
 • 2019ના વર્ષમાં અકસ્માતની સંખ્યા 484 હતી તે 2020માં ઘટીને 391 થઇ ગઇ

કોરોનાના વર્ષમાં ભાવનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં 20 ટકાનો ઘટાડો નોંધાયો છે ‌ 2019ના વર્ષમાં ભાવનગર જિલ્લામાં કુલ 484 અકસ્માતો નોંધાયા હતા જ્યારે 2020ના કોરોનાના વર્ષ દરમ્યાન ભાવનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યા ઘટીને 391 થઈ ગઈ હતી. ટકાવારીની દ્રષ્ટિએ અકસ્માતોની સંખ્યામાં 2019ની તુલના માં 2020ના વર્ષમાં 20 ટકાનો ઘટાડો થયો છે.

 ખાસ તો 2020 ના કોરોનાના વર્ષમાં લોકડાઉનને લીધે વાહનોની અવર જવર આ સમયગાળામાં બંધ રહી હોય અકસ્માતોની સંખ્યા ઘટી છે. ગુજરાત વિધાનસભામાં તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયા એ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જવાબ આપતા જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં અકસ્માતોના 875 બનાવો નોંધાયા છે જેમાં કુલ 310 લોકોના મોત નિપજ્યા છે. જેમાં 2019 ના વર્ષમાં 484 અકસ્માતમાં 175 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 2020 ના વર્ષમાં ભાવનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યા ઘટીને 391 થઈ ગઈ હતી અને મોતની સંખ્યા પણ ઘટીને 135 થઈ હતી.

આમ, જે કામ ટ્રાફિક જાગૃતિ માટે વિવિધ કક્ષાએ દર વખતે થતી ઉજવણી, જનતાને જોડતા કાર્યક્રમો, આરટીઓ દ્વારા કરતા વિવિધ કાર્યક્રમો નથી કરી શક્યા તે અકસ્માત ઘટાડવાનું અને અકસ્માતોથી મોતની સંખ્યા ઘટાડવાનું કાર્ય કોરોનાના માળમાં થયું છે. જેમાં અકસ્માતો ઘટ્યા અને તેની સાથે મોતની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

અકસ્માતની સંખ્યા

વર્ષઅકસ્માતમોત
2019484175
2020391135

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો