તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:શહેર અને જિલ્લામાંથી જુગાર રમતા 20 શકુનીઓ ઝડપાયા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર અને પાલિતાણા ખાતે જુગારના અલગ-અલગ બનાવોમાં પોલીસ દ્વારા કાર્યવાહી

ભીમ અગિયારસના જુગારની બાજી માંડીને જુગારી ઝડપાવાનો સિલસિલો સતત ત્રીજા દિવસે પણ યાથાવત્ રહ્યો હતો. ભાવનગર શહેર અને પાલિતાણામાંથી પોલીસે રેઈડ કરી પોલીસે 20 જેટલા જુગારીઓને ઝડપી પાડી ગુનો નોંધ્યો હતો.

શહેરની નાળિયેરીવાળી વખાર વાળી શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ઝુબેર ઉર્ફે પપ્પુ આરીફભાઈ લાકડિયા (રહે. સંઘેડિયા બજાર), મજાદ રહીમભાઈ જેઠવા (રહે. ભગાતળાવ) અને યુસુફ રસુલભાઈ સયૈદ (રહે. વડવા)ને કુલ રૂ. 18,090ના મુદ્દામાલ સાથે ગંગાજળિયા પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે બીજા બનાવમાં આખલોલ જકાતનાકા પાસે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા દિપક રમેશભાઈ ભીલ (રહે. આખલોલ જકાતનાકા), યશપાલ રઘુભા સરવૈયા (રહે. હાદાનગર), કરણ વલ્લભભાઈ સોલંકી (રહે. સરિતા સોસાયટી) અને મહેશ ઉર્ફે મયલો અરજણભાઈ જાદવ (રહે. હાદાનગર)ને કુલ રૂ. 12,930ના મુદ્દામાલ સાથે બોરતળાવ પોલીસ ઝડપી પાડ્યા હતા. જ્યારે પાલિતાણાના વિક્રમનગરમાં જાહેરમાં જુગાર રમતા મનસુખ ગોબરભાઈ મકવાણા, સાગર બુધાભાઈ બારૈયા, વિક્રમ કાળુભાઈ ગોહિલ, કાના ધીરૂભાઈ મકવાણા, ગોપાલ ઉર્ફે લાલો રાજુભાઈ પરમાર, જીતેન્દ્ર પ્રેમજીભાઈ પરમાર, કરણ અશોકભાઈ સરવૈયા (તમામ રહે. પાલીતાણા)ને કુલ રૂ.11,060ના મુદ્દામાલ સાથે તેમજ અન્ય એક બનાવમાં પાલિતાણા તળાવ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા સિદ્ધાર્થ ચિથરભાઈ ચનિયારા, રાજુ ગુણવંતભાઈ પરમાર, લાખા ભાકાભાઈ મેર, મહેબુબ નુરાભાઈ સૈયદ, સાગર નારણભાઈ ગોહિલ અને નીલેશ વાલાભાઈ મેર (તમામ રહે. પાલિતાણા)ને કુલ રૂ.6,370ના મુદ્દામાલ સાથે પાલિતામા ટાઉન પોલીસે ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...