લગ્નોત્સવનુ આયોજન:લોકોની સુરક્ષાનુ કવચ પુરૂ પાડવા 20 કરોડનો વિમો પણ લેવાયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ દ્વારા વડાપ્રધાનનું રોડ શોથી સ્વાગત કરવામાં આવશે
  • જવાહર મેદાનમાં​​​​​​​ મારૂતી ઇમ્પેક્ષ ફાઉન્ડેન દ્વારા 551 મા અથવા બાપ વગરની સર્વજ્ઞાતિય દીકરીનો લગ્નોત્સવ

ભાવનગર ખાતે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણ મારૂતી ઇમ્પેક્ષ ફાઉન્ડેશન દ્વારા ભાવનગરના આંગણે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇની ઉપસ્થિતિમાં ભવ્ય લગ્નોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે લોકોની સુરક્ષા માટે રૂા.20 કરોડનો વિમો લેવામાં આવ્યો છે.

પાપાની પરિના નામથી પિતાની છત્રછાયા ગુમાવનાર સર્વજ્ઞાતિય 551 દિકરીઓના ભવ્ય લગ્નોત્સવ 2022નુ ભાવેણાના આંગણે મારૂતી ઇમ્પેક્ષ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. જેમા મોટી સંખ્યામાં જાનૈયા, કન્યા પક્ષ વાળા અને દેશ, વિદેશના ખુણે ખુણાથી આ પ્રસંગમાં હાજરી આપવા પધારી રહ્યા છે.

551 દીકરીના પિતા બનવાનુ મહાન કાર્ય કરવામાં આવશે તેની સાથે લોકોની સુરક્ષાનો પણ વિચાર કરવામાં આવ્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારવાના હોય ચાર લાખ લોકોની હાજરી રહેશે તેનોનો પણ ખ્યાલ રાખીને રૂા.20 કરોડનુ વિમાકવચ લેવામાં આવ્યુ છે.

ભાવનગરમાં લાકડલીના નામથી જવાહર મેદાન ખાતે 281 દિકરીના લગ્ન કરાવ્યા બાદ હજુ વધુ કાર્યને આગળ ધપાવવા માટે તા.6 નવેમ્બરના રોજ 551 દિકરીઓના સમુહ લગ્નનુ આયોજન પાપાની પરીના નામ સાથે કરેલ છે. 551 દિકરીઓ પોતાની જ છે. તેમ માનીને કરીયાવર, સજાવટ, અને વળાવવા સુધીનુ કાર્ય લાખાણી પરિવાર દ્વારા કરવામાં આવશે.

દરમિયાનમાં ભાવનગર આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ભાવનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા રોડ શો દ્વારા સ્વાગત કરવામાં આવશે. જવાહર મેદાન ખાતે આયોજિત ‘મા-બાપ વિનાની અનાથ દીકરીઓના સમૂહ લગ્નમાં તેમને આશીર્વાદ આપવા માટે નરેન્દ્રભાઈ મોદી ભાવનગર પધારી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 6 નવેમ્બરને રવિવારે સાંજના 5 કલાકે ઘોઘા સર્કલથી રબ્બર ફેક્ટરી માર્ગ ખાતે રોડ શોનું આયોજન કરાયું છે.

આજે જવાહર મેદાન ફરતે વાહનોની પ્રવેશ બંધી
સભાસ્થળ ફરતાં રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તે માટે બપોરના 3 વાગ્યાથી રાતના રાતના 8 સુધી કેટલાક રસ્તાઓ પર વાહન પ્રવેશબંધી જાહેર કરાઇ છે. ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે તા.6 નવેમ્બરને રવિવારે બપોરના 3 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી કેટલાક રસ્તાઓ પર પ્રવેશબંધી જાહેર કરી છે.

જેમાં જવાહર મેદાન ફરતાં તમામ રસ્તાઓ, આતાભાઇ ચોકથી પ્લોટ ગેઇટ પોલીસ ચોકી સુધી- ગુરૂદ્વારા સામેના રોડથી, રાધામંદિરથી રબ્બર ફેક્ટરી રોડ સુધી, રબ્બર ફેક્ટરી સર્કલથી ઘોઘાસર્કલ સુધી તેમજ ઘોઘા સર્કલથી ગોળીબાર હનુમાનજી મંદિર તરફ જતો રસ્તો-રૂપાણી સર્કલ સુધીના રસ્તાઓ પર પ્રવેશબંધી જાહેર કરી છે. આ બંધ રસ્તાઓએ આવતા વાહનો માટે ડાયવર્ઝન રૂટમાં આતાભાઇ ચોકથી સેન્ટ્રલ સોલ્ટ તરફ, રાધા મંદિરથી સંત કવરામ ચોક, રસાલા કેમ્પ તરફ, રબ્બર ફેક્ટરીથી જોગર્સ પાર્ક, ક્રેસન્ટ તરફ, ઘોઘા સર્કલથી રૂપાણી તરફ રહેશે.

અન્ય સમાચારો પણ છે...