તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રકતદાન કેમ્પ:20 કેમ્પ યોજી 1473 યુનિટ રકત એકત્ર કરતા 200થી વધુ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ઉની આંચ ન આવી

ભાવનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • કોરોના કાળમાં ફલેટ, સોસાયટી, મહોલ્લાઓમાં અને ઘરે ઘરે જઇને પણ રકતદાન કેમ્પ કરવામાં આવેલ, રકતદાતાઓને બ્લડ બેંક સુધી લાવવા અને ઘરે પરત મુકવાની વ્યવસ્થા

કોરોના મહામારીના કાળમાં ઇન્ડિયન રેડક્રોસ અને સર તખ્તસિંહજી હોસ્પીટલ ભાવનગર દ્વારા રકતદાનના 20 કેમ્પ કરી 1473 બોટલ રકત એકત્ર કરી ભાવનગર જિલ્લાના 200 થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને ઉની આંચ પણ આવવા દિધી.ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા થેસેસેમિયા મેજર બાળકોને વિનામૂલ્યે જરૂરી દવા માસ્ક, સેનીટાઇઝર અને નાસ્તો પહોંચાડવામાં આવે છે. ખાસ કરીને મહામારીના સમયમાં થેલેેસેમિયા મેજર બાળકોને ચેપ લાગવાની શકયતા વધારે હોય છે. જેથી આ બાળકોને દવા લેવા હોસ્પીટલ સુધી આવવુ ના પડે તેા હેતુથી રેડક્રોસની ટીમ દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના ઘર સુધી જરૂરી દવાઓ પહોંચતી કરવામાં આવી હતી.

ભાવનગર જિલ્લામાં 200થી વધુ બાળકો થેલેસેમિયા મેજર છે. અને આ બાળકોને દર મહિને દવાઓ લેવી પડતી હોય છે. અને દર મહિને રકત ચડાવવુ પડતુ હોય છે. ઘણા બધા બાળકોને મહિનામાં બે વખત પણ રકત ચડાવવાની જરૂર હોય છે. ઉના, મહુવા, અમરેલી અને જુનાગઢ સુધીના વિસ્તારોમાં ઘરે જઇને બાળકોને દવા પહોંચતી કરવામાં આવી છે. દવા ખુટી ગઇ હોય અને બાળકના વાલીનો ફોન, મેસેજ આવે તો ફરી તેમને જે દવા જરૂરીયાત હોય પહોંચાડવાનુ કામ રેડક્રોસ દ્વારા કરવામાં આવ્યુ છે.

અત્યાર સુધીમાં 534 બાળકોને દવા પહોંચતી કરવામા઼ આવી તેમજ 597 બાળકોને સર ટી.હોસ્પીટલ ભાવનગર તથા ભાવનગર બ્લડ બેંકના સહકારથી રકત ચડાવવામાં આવેલ.થેલેસેમિયા મેજર બાળકોને રકત ચડાવવા માટે બ્લડ બેંક સુધી આવવામાં જો કોઇ મુશકેલી થાય તો રેડક્રોસની ટીમ દ્વારા મેડિકલવેનમાં આ બાળકોને લાવવા અને મુકવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સેવાનો લાભ અત્યાર સુધીમાં 30 બાળકોએ લીધો છે.

લોકડાઉનમાં અનેકવિધ માનવતાની પ્રવૃતિઓની સાથે થેલેસેમિયા મેજર બાળકોને પુરતા પ્રમાણમાં રકત મળી રહે અને કોઇ પણ પ્રકારની મુશકેલીના પડે તેવા હેતુથી સર ટી.હોસ્પીટલ ભાવનગર બ્લડ બેંક તથા ભાવનગર બ્લડ બેંક સાથે કોલોબ્રેશન કરી રકતદાન કેમ્પોનુ આયોજન કરવામાં આવેલ. ટીમ દ્વારા ફલેટ, સોસાયટી તથા મહોલ્લાઓમાં અને ઘરે ઘરે જઇને પણ રકતદાન કેમ્પ કરવામાં આવેલ રકતદાતાઓને વધુ પ્રોત્સાહન મળે તે માટે રકતદાતાઓને બ્લડ બેંક સુધી લાવવા અને ઘરે પરત મુકવાની વ્યવસ્થા કરવામંા આવી હતી. મહામારીમાં 20 કેમ્પ કરી 1473 યુનિટ રકત એકત્ર કરી બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવેલ.

મેડિકલ વેનમાં લાવવા, મુકવાની વ્યવસ્થા કરાઇ
થેલેસેમિયા મેજર બાળકોને રકત ચડાવવા માટે બ્લડ બેંક સુધી આવવામાં જો કોઇ મુશકેલી થાય તો રેડક્રોસની ટીમ દ્વારા મેડિકલવેનમાં આ બાળકોને લાવવા અને મુકવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સેવાનો લાભ અત્યાર સુધીમાં 30 બાળકોએ લીધો છે.

થેલેસેમિયા મેજર બાળકોના જન્મને અટકાવાયો
કોરોના મહામારીના સમયમાં અન્ય થેલેસેમિયા મેજર બાળકો ન જન્મે તે માટે રેડક્રોસ દ્વારા 300થી વધુ બહેનોનુ થેલેસેમિયા પરીક્ષણ કરાવેલ જેમાંથી પતિ,પત્ની બંને માઇનર હોય તેવા 6 કપલનુ પ્રિનેટલ ટેસ્ટ કરાવી થેલેસેમિયા મેજર બાળકોના જન્મને અટકાવવાની કામગીરી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો