લોકોની મજાની પક્ષીઓને મળી સજા:ભાવનગરમાં મકરસંક્રાંતિ પર્વમાં પતંગની દોરી ફસાઈ જતા 20 પક્ષીઓના મોત, 50થી વધુ પક્ષીઓ ઈજાગ્રસ્ત

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્ત તેમજ મોતને ભેટનારા પક્ષીઓમાં સૌથી વધુ સંખ્યા કબૂતરની
  • વન વિભાગ તથા સ્વંયંસેવી સંસ્થાઓ દ્વારા હેલ્પલાઈન અને સારવાર કેન્દ્રો શરૂ રાખવામાં આવ્યાં

ભાવનગર શહેરમાં મકરસંક્રાંતિ પર્વને લઈને કાતિલ દોરા-પતંગના સંપર્કમાં આવી ઈજાગ્રસ્ત થયેલા 20 થી વધુ પક્ષીઓના મોત નિપજ્યાં છે. જયારે 50 થી વધુ પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને સઘન સારવારના અંતે જીવ બચાવી લેવામાં સફળતા મળી હતી.

શહેરમાં છેલ્લા પાંચ દિવસથી વન વિભાગ કરૂણા અભિયાન જીવદયા સંસ્થા સહિતની સંસ્થાઓ તથા સરકારી તંત્ર દ્વારા અબોલ જીવોના પ્રાણ બચાવવા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મકરસંક્રાંતિના દિવસે શહેરમાં અનેક નવ યુવક-યુવતીઓ આ પક્ષી બચાવો મહા અભિયાનમાં જોડાયા હતા.

એક સંસ્થાના હોદ્દેદારો એ જણાવ્યું હતું કે, શહેરમાં પતંગની દોરીથી ઈજા પહોંચતા 20 જેટલા પક્ષીઓના મોત થયા હતા. તેમજ 50 થી વધુ પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર મળતા તેના જીવ બચી ગયા છે. ઈજાગ્રસ્ત તેમજ મોતને ભેટનારા પક્ષીઓમાં સૌથી વધુ સંખ્યા કબૂતરની છે. ઉપરાંત ફ્લેમિંગો, ઢોંક બગલો, કોયલ તથા કાબર કૂળના પક્ષીના પતંગની દોરીમા ફસાઈ જતાં મોત નિપજ્યાં હતાં. હાલમાં પણ વન વિભાગ તથા સ્વંયંસેવી સંસ્થાઓ દ્વારા હેલ્પલાઈન અને સારવાર કેન્દ્રો શરૂ રાખવામાં આવ્યા છે.

ભાવનગર શહેર-જિલ્લામાં દર વર્ષે પતંગપર્વ દરમિયાન મોટી સંખ્યામાં લોકો પતંગ ચગાવે છે. જોકે, લોકોમાં વધતી જતી લોક જાગૃતિ તથા સરકારી અને એ સિવાય અનેક સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવતા પક્ષી બચાવો મહા અભિયાન અંતર્ગત નિર્દોષ પક્ષીઓના આકસ્મિક મોત તથા ઈજાગ્રસ્ત થવાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...