તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ભાવનગર-પાલિતાણા વચ્ચે 06 એપ્રિલથી દોડશે 2 સ્પેશિયલ ટ્રેન

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિતાણાનું ભાડુ ડબલ વસુલાશે !
 • સ્પે. ટ્રેનમાં અનરિઝર્વ્ડ ટિકિટ ઉપલબ્ધ

યાત્રિકોની સુવિધા માટે રેલવે દ્વારા ભાવનગર-પાલિતાણા વચ્ચે 06 એપ્રિલ 2021 થી બે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય રેલ તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. સ્પેશિયલ પેસેન્જર કેટેગરીમાં આ ટ્રેન રખાઇ છે અને ટ્રેનનું ભાડુ મેઇલ / એક્સપ્રેસ ટ્રેનની અનરિઝર્વ્ડ ટિકિટ જેટલું હશે. અગાઉ ભાવનગર-પાલિતાણાની ટિકિટ રૂ.15 હતી તેના હવે મુસાફરોએ રૂ.30 ખર્ચવા પડશે.

ટ્રેન નં. 09510 ભાવનગર-પાલિતાણા દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ ભાવનગરથી દરરોજ સવારે 06.30 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 07.45 વાગ્યે પાલિતાણા પહોંચશે. આવી જ રીતે ટ્રેન નં. 09509 પાલિતાણા-ભાવનગર દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ પાલિતાણાથી દરરોજ 08.20 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 09.55 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

ટ્રેન નં. 09512 ભાવનગર-પાલિતાણા દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ ભાવનગરથી દરરોજ 17.45 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 19.00 વાગ્યે પાલિતાણા પહોંચશે. આવી જ રીતે ટ્રેન નં. 09511 પાલિતાણા-ભાવનગર દૈનિક અનરિઝર્વ્ડ સ્પેશિયલ પાલિતાણાથી દરરોજ 19.20 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 20.40 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

ઉપરોક્ત બંને ટ્રેનો ભાવનગર પરા, વરતેજ, ખોડીયાર મંદિર, સિહોર, કનાડ અને મઢડા સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ઉપરોક્ત બંને ટ્રેનો 6 એપ્રિલ 2021 થી આગળની સૂચના સુધી દોડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો