તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો ચુકાદો:એટ્રોસીટી સહિતના કેસમાં 2 પુત્રો અને માતાને 3 વર્ષની કેદ

ભાવનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • નવા રતનપર ગામે વર્ષ-2015 મા મારામારીની ઘટનામા અપમાનીત કર્યાની ફરીયાદ નોંધાયેલ

ભાવનગર પાસેના નવારતનપર ગામે વર્ષ-2015 માં બનેલ મારમારીના બનાવમાં જાતિ વિરૂધ્ધ અપમાનીત કર્યાના કેસમાં ભાવનગર કોર્ટે બે દિકરા અને માતાને કસુરવાન ઠેરવી ત્રણ-ત્રણ વર્ષની કેદની સજા અને રોકડ દંડનો હુકમ કર્યો હતો.વરતેજ પાસેના નવારતનપર ગામના હરજીભાઇ અાલજીભાઇ સુમરા અનુ.જાતીના છે. અને અારોપીઅો બીનઅનુજાતીના છે.ફરિયાદીઅે અારોપી ભોપા નાગજીભાઇ લાભકા,કાનજી નાગજીભાઇ લાભકા અને બેનાબેન નાગજીભાઇ લાભકા ( રહે. તમામ નવારતનપર) વાળાઅો ગત તા. 15/11/2015 ના રોજ ફરિયાદીના ઘરપાસે ગાળો બોલતા હોય જેથી ફરિયાદીઅે તેમને ગાળો બોલવાની ના પાડતા તેની દાઝ રાખી ઉકત અારોપીઅોઅે ફરિયાદીના ઘર પાસે ફરિયાદી તથા સાહેદને લાકડી તથા તલવાર વડે મારમારી, જાનથી મારી નાખવાની ધમકી અાપી,ફરિયાદીના મોબાઇલ તથા મોટર સાયકલને નુકશાન કરી ફરિયાદીના જ્ઞાતી વિશે અપમાનીત કરી ઉકત અારોપીઅોઅે અેકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યો હતો.

અા બનાવ અંગે હરજીભાઇ અાલજીભાઇ સુમરાઅે વરતેજ પોલીસ મથકમાં ઉપરોકત અારોપીઅો અે અેક બીજાને મદદગારી કરી ગુન્હો કર્યા અંગેની ફરિયાદ નોં_ધાવી હતી. પોલીસે અેટ્રોસીટી સહીતની કલમો હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો. જે અંગેનો કેસ સોમવારે સ્પેશયલ જજ ( અેટ્રોસીટી) અને પાંચમાં અેડીશ્નલ સેસન્સ જજ અેચ.અેન.વકીલની અદાલતમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ યાત્રીબેન પંડયાની દલીલો,માૈખીક તથા લેખીત પુરાવાઅો વગેરેને ધ્યાને લઇ ત્રણેય અારોપીઅો ભોપા લાભકા,કાની લાભકા અને બેનાબેન લાભકા સામે શિક્ષાપાત્ર ગુન્હા સબબ કસુરવાન ઠરાવી ત્રણ વર્ષની કેદની સજા અને રુપીયા 3000-3000 નો રોકડ દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો