લાખોનો દારૂ ઝડપાયો:ભાવનગરના નવાગામ (ચિરોડા)ની સીમમાંથી 338 પેટી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે 2 લોકો ઝડપાયા, 31 લાખનો મુદ્દામાલ જપ્ત

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણીને લઈ પોલીસે સઘન ચેંકિગ હાથ ધર્યું છે. ત્યારે ભાવનગર એલ.સી.બી.એ વરતેજ તાબેના નવાગામ (ચિરોડા)ની સીમમાં ઈંગ્લીશ દારૂનું મોટું કટીંગ ઝડપી લઈ 338 પેટી ઈંગ્લીશ દારૂ, વાહનો મળી કુલ રૂ.31.15 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય 8 આરોપીઓ પકડવાના બાકી છે.

દારૂના કટીંગ પર પોલીસનો દરોડો
ભાવનગર એલ.સી.બી.સ્ટાફ ગત રાત્રીના સમયે વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાવનગર- રાજકોટ રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, વરતેજના દરબારગઢમાં રહેતો દિગ્પાલસિંહ ઉર્ફે કુમાર મદારસિંહ ગોહિલ અને વરતેજના ઘાંચીવાડમાં રહેતા અલ્તાફ ઐયુબભાઈ ખાલીફાએ મંગાવેલા ઈંગ્લીશ દારૂના મોટા જથ્થાનું નવાગામ ( ચિરોડા ) ની સીમમાં કટીંગ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેકટર પી.બી.જાદવ, પો.સ.ઇ.પી.બી.જેબલિયા તથા સ્ટાફે નવગામની સીમમાં આવેલ બોરડી અને બાવળની આડશની ખુલ્લી જગ્યામાં દરોડો પાડતા દારૂનું કટીંગ કરતા રિયાઝ સલીમભાઈ માડવીયા અને શરદ પાંચાભાઈ ખાખડીયા મળી આવ્યાં હતા. જ્યારે અન્ય ઈસમો પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા.

31 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસે તપાસ કરતા આઈશર નં. જી.જે.07 વાય.ઝેડ 9677 અને બોલેરો પીકઅપ નં. જી.જે.04 એ.ડબલ્યુ 5866 માંથી ઈંગ્લીશ દારૂનો મસમોટો જથ્થો મળી આવતા પોલીસે આઈશર,બોલેરો પીકઅપ તેમજ સ્કૂટરને વરતેજ પોલીસ મથકમાં લાવી તપાસ કરતા બન્ને વાહનોમાંથી 338 પેટી ઈંગ્લીશ દારૂ કિં. રૂ.15,76,500 મળી આવી હતી. પોલીસે દારૂ ઉપરાંત બજરીયા કલરનું આયશરની કિ.રૂ. 8 લાખ, સફેદ કલરનો બોલેરો પીકઅપની કિ.રૂ. 7 લાખ, કાળા કલરનું સુઝુકી એક્સસ સ્કુટરની કિ.રૂ.25 હજાર, 5-5 હજારની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂ.31,11,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

10 વિરૂદ્દ ફરિયાદ નોંધાઈ
એલ.સી.બી.એ ઈંગ્લીશ દારૂનો જથ્થો,ત્રણ વાહનો,મોબાઈલ મળી કુલ રૂ.31,11,500 નો મુદ્દામાલ કબજે કરી વરતેજ પોલીસ મથકમાં દારૂનો જથ્થો મંગાવનાર વરતેજના દિગ્પાલસિંહ ગોહિલ, અલ્તાફ ખલીફા, ઝડપાયેલા બે ઈસમો તેમજ ફરાર થઈ ગયેલા ઈસમો મળી કુલ 10 ઈસમો વિરુદ્ધ પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
​​​​​​​ઝડપાયેલા બે ઈસમો તેમજ ફરાર થઈ ગયેલા ઈસમો મળી કુલ 10 ઈસમો વિરુદ્ધ ફરિયાદ
(1) દિગ્પાલસિંહ ઉર્ફે કુમાર મદારસિંહ ગોહિલ રહે.દરબાર ગઢ, વરતેજ તા.જી.ભાવનગર (પકડવાનાં બાકી)
(2) અલ્તાફ ઐયુબભાઇ ખલીફા રહે.ઘાંચીવાડ,વરતેજ તા.જી.ભાવનગર (પકડવાનાં બાકી)
(3) રીયાઝ સલીમભાઇ માંડવીયા ઉ.વ.32 ધંધો- રી.ડ્રા. રહે.ઘાંચીવાડ, વરતેજ તા.જી. ભાવનગર
(4) શરદ પાંચાભાઇ ખાખડિયા ઉ.વ.33 ધંધો-ખેત મજુરી રહે.કોળીવાસ,કમળેજ તા.જી.ભાવનગર
(5) જાકિર ખલીફા (પકડવાનાં બાકી)
(6) અમીન ખલીફા રહે.આખલોલ જકાતનાકા,ભાવનગર (પકડવાનાં બાકી)
(7) દિનેશ કોળી રહે.કુમારભાઇની વાડીએ, વરતેજ (પકડવાનાં બાકી)
(8) જગો ભરવાડ રહે.દરબારગઢ પાછળ,વરતેજ (પકડવાનાં બાકી)
(9) ભોલો ભરવાડ રહે.દરબારગઢ પાછળ,વરતેજ (પકડવાનાં બાકી)
(10) ભગત કોળી રહે.ઉપલી શેરી,કોળીવાડ વરતેજ જી.ભાવનગર (પકડવાનાં બાકી)

અન્ય સમાચારો પણ છે...