કોરોના અપડેટ:ભાવનગરમાં 2 નવા પોઝિટિવ કેસ, 3 દર્દી થયા કોરોના મુક્ત

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેર-જિલ્લામાં 18 દર્દી કોરોનાની સારવારમાં
  • ભાવનગર ગ્રામ્ય કક્ષાએ નવા 2 દર્દી નોંધાયા

ભાવનગર શહેરમાં આજે કોરોનાના નવા 2 કેસ નોંધાયા હતા અને સારા સમાચાર એ છે કે તેની સામે 3 દર્દી આજે કોરોનામુક્ત થયા હતા. આથી ભાવનગર શહેરમાં હાલ 15 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. સિઝનલ ફ્લુ એટલે કે એચ3એન2નો આજે એક પણ દર્દી નોંધનયો ન હતો. જ્યારે ભાવનગર ગ્રામ્ય કક્ષાએ પણ આજે કોરોના પોઝિટિવના નવા બે કેસ નોંધાયા હતા.

ભાવનગર શહેરમાં આજે કોરોના પોઝિટિવના નવા બે કેસ નોંધાયા હતા. જેમાં શહેરના કાળાનાળા વિસ્તારમાં 18 વર્ષીય યુવાન અને કાળિયાબીડ વિસ્તારમાં 36 વર્ષીય યુવાનને કોરોનાના લક્ષણો દેખાતા તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને બન્ને દર્દીને કોરોના પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા હતા. આજે શહેરમાં ત્રણ દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. ભાવનગર ગ્રામ્ય કક્ષાએ આજે કોરોનાના દદર્દીઓ વધી રહ્યાં છે અને આજે 2 દર્દી પોઝિટિવ નોંધાયા હતા.

ભાવનગર શહેરમાં આજની તારીખે 15 દર્દીઓ અને ગ્રામ્ય કક્ષાએ 3 દર્દીઓ કોરોનાની સારવારમાં છે આમ, શહેર અને ગ્રામ્ય બન્ને મળીને કુલ 18 દર્દીઓ કોરોનાની સારવારમાં છે.ભાવનગર શહેરમાં સિઝનલ ફ્લૂના કેસ નોંધાયા છે અને સાથે તાવ-ઉધરસ-શરદી-ઝાડા-ઉલ્ટી જેવા વાયરલ કેસ પણ વધી રહ્યા છે. શહેરમાં માવઠાનો માહોલ હોય વાયરલ રોગચાળો વધી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...