તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાના વળતા પાણી:કોરોનામાં શહેરમાં 0 ગ્રામ્ય કક્ષાએ નવા 2 કેસ

ભાવનગર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં રિકવરી રેઇટ 98.54 ટકા થઇ ગયો
 • શહેરમાં 7 દર્દીઓ અને ગ્રામ્ય કક્ષાએ 11 દર્દીઓ સારવારમાં, પાવઠી અને વરતેજમાં એક એક કેસ

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે બે નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જો કે હવે શહેર કક્ષાએ કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી જ્યારે આજના બન્ને કેસ ગ્રામ્ય કક્ષાએ નોંધાયા છે. ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં કુલ પોઝિટિવ કેસ 6088 કેસ નોંધાયા છે અને તે પૈકી 5999 દર્દીઓ કોરોનામુક્ત થઇ ગયા હોય કોરોનામાં રિકવરી રેઇટ 98.54 ટકા થઇ ગયો છે. હાલમાં ભાવનગર શહેરમાં કોરોનાના 7 દર્દી અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 11 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. આથી સમગ્ર જિલ્લામાં કુલ 18 દર્દીઓ એક્ટિવ છે.

ભાવનગર શહેરમાં આજે કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જ્યારે બે દર્દીઓ કોરોનામુક્ત થયા છે જેમાં એક પુરૂષ દર્દી અને એક મહિલા દર્દીનો સમાવેશ થાય છે. ભાવનગર શહેરમાં આજ સુધીમાં કુલ 4006 દર્દીઓ નોંધાયા છે અને તેની સામે 3954 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતાં શહેરમાં કોરોનાનો રિકવરી રેઇટ 98.70 ટકા થઇ ગયો છે. આજે કોરોના પોઝિટિવના નવા બે કેસ નોંધાયા હતા જેમાં તળાજાના પાવઠી ગામે 29 વર્ષીય પુરૂષ અને 63 વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે આજ સુધીમાં કુલ 11 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં કોરોનાના કુલ 2082 કેસ નોંધાયા છે અને તે સામે 2045 દર્દીઓ સાજા થઇ જતાં તાલુકા-ગ્રામ્ય કક્ષાએ કોરોનામાં રિકવરી રેઇટ 98.22 ટકા થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો