તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:શહેર જિલ્લામાંથી દારૂ સાથે 2 ઝડપાયા

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરમાં બી ડિવિઝન પોલીસે આડોડીયા વાસમાં રહેતા અંજનાબેન પંકજભાઈ અાડોડીયા ના મકાન માંથી દારૂની બોટલ નંગ.7 કિં. રૂ.2100નો મુદ્દામાલ કબજે લઇ રેડ દરમ્યાન આરોપી હાજર ન મળી આવતાં તેની સામે ગુન્હો નોંધવી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવમાં તળાજાના દેવળીયા ગામે રઘુવીર ઉર્ફે રઘુ ગુણવંતરાય જોષી તથા સિધ્ધરાજ દાનુભાઈ મોભ મોચી પડોસ નામના વિસ્તારમાં અવાવરૂ મકાનમાં દારૂ વેચતા હોઈ જેને પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ.177 કિં.રૂ.53,100 તથા મોટરસાયકલ અને મોબાઇલ મળી કુલ રૂપિયા 76,100ના મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...