તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં ફફડાટ:ભાવનગર જિલ્લામાં આજે મ્યુકોરમાઇકોસિસનાં 2 કેસ નોંધાયા, 1નું મોત, કુલ 106 સારવાર હેઠળ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 106 દર્દીમાંથી 99 કન્ફર્મ કેસ, 6 સસ્પેક્ટેડ કેસ અને 1 નેગેટિવ કેસ નોંધાયેલા

ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકોરમાઇકોસિસનાં બે શંકાસ્પદ કેસ નોંધાતા જિલ્લામાં કુલ 106 કેસ સારવાર હેઠળ નોંધાયા છે. આમ ભાવનગર શહેર અને જિલ્લામાં દિનપ્રતિદિન મ્યુકોરમાઇકોસિસના કેસોમાં વધારો થતો જાય છે. ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં 2 સસ્પેકટીવ અને 0 કન્ફર્મ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ 106 કેસ સારવાર હેઠળ નોંધાયા છે. જયારે વધુ એક દર્દીનું મોત થયું હતું.

ભાવનગર જિલ્લામાં કુલ 106 કેસ નોંધાયેલા પૈકી 99 કન્ફર્મ કેસ, 6 સસ્પેક્ટેડ કેસ અને 1 નેગેટિવ કેસ નોંધાયેલા છે. જ્યારે આજદિન સુધીમાં 20 દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલા છે. જ્યારે એક રોગમાંથી લોકો મુક્ત થયા ત્યાં બીજો નવા રોગના કેસમાં વધારો થતો જાય છે. અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસના કુલ 294 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...