તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જિલ્લામાં ખાનગી પ્રાથમિક શાળામાં 195 શિક્ષકો લાયકાત વગરના

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ભાવનગર જિલ્લાની 145 ખાનગી પ્રાથમિક શાળાઓમાં લાયકાત વગરના શિક્ષકોથી ચાલતુ ગાડુ

દર વર્ષે ફી વધારો કરવા માટે આતુર રહેતી ખાનગી સ્કૂલો લાયાકાતવાળા શિક્ષકો દ્વારા શિક્ષણ આપવા આતુર ન હોવાનું વિધાનસભામાં બહાર આવ્યું છે. કોંગ્રેસના વિવિધ ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજય સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતની 3065 ખાનગી પ્રાથમિક સ્કૂલમાં 7098 શિક્ષકો લાયકાત વગરના છે. અમદાવાદમાં સૌથી વધુ 2361 લાયકાત વગરના શિક્ષકો શિક્ષણ આપી રહ્યા છે. જ્યારે ભાવનગરમાં માન્ય લાયકાત વગરના 195 શિક્ષકો ખાનગી શાળાઓમાં શિક્ષણ આપી રહ્યાં છે.

ભાવનગરના તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ ભાવનગર અને અમરેલી જિલ્લામાં લાયકાત વગરના શિક્ષકો અંગે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ મંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતુ કે ભાવનગર જિલ્લામાં કુલ 145 ખાનગી પ્રાથમિક શાળાઓમાં કુલ 195 શિક્ષકો માન્ય લાયકાત ન હોવા છતાં ભણાવી રહ્યાં છે. આવા શિક્ષકોને દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ પણ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતુ. અમરેલી જિલ્લામાં 107 ખાનગી પ્રાથમિક શાળાઓમાં કુલ 319 શિક્ષકો લાયકાત વગરના ફરજ બજાવી રહ્યાં છે.

સમગ્ર રાજ્યમાં અમદાવાદ જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળાઓમાં સૌથી વધુ 2361 શિક્ષકો લાયકાત વગરના શિક્ષણ આપી રહ્યાં છે. જ્યારે સુરતમાં 609 અને રાજકોટમાં 508 શિક્ષકો લાયકાત વગરના હોવા છતાં ખાનગી પ્રાથમિક શાળાઓમાં ભણાવી રહ્યાં છે. આ ફી લેતી ખાનગી શાળાઓ દ્વારા બાળકો સાથે કરાતી રમત છે.

શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર
લાયકાત વગરના શિક્ષકો પ્રાથમિક શાળાઓમાં હોવાથી બાળકોનો ગણિત-વિજ્ઞાન જેવા વિષયોમાં પાયો કાચો રહે છે. જે સાબિત પણ થઇ ચૂક્યું છે. ભાષામાં પણ વિદ્યાર્થી કાબેલ થઇ શકતો નથી. બી.એડ. કે પીટીસીની ડિગ્રી વગરના શિક્ષકો ભણાવે તો તેઓને અધ્યયનની પદ્ધતિની સાચી ખબર પણ હોતી નથી.

સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન
સરકારી શાળાઓમાં તો લાયક શિક્ષકોની જ ભરતી થાય છે પણ સરકારી શાળાઓમાં ભરતીની પ્રક્રિયા યેનકેન પ્રકારે અટકી જતી હોય વર્ગોમાં ગણિત, વિજ્ઞાન, ભાષા, સામાજિક વિજ્ઞાન જેવા વિષયોના પૂરતા શિક્ષકો હોતા નથી. આથી ત્યાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન નડે છે. તેથી ગુણવત્તા બગડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો