કોરોના અપડેટ:શહેરમાં 19 અને ગ્રામ્યમાં કોરોના પોઝિટિવના નવા સાત કેસ નોંધાયા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર ગ્રામ્યમાં એક્ટિવ દર્દીની સંખ્યા 35 થઇ
  • શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 200ને વટી ગઇ

આજે ભાવનગર શહેરમાં કોરોનાના નવા કેસની સંખ્યા 19 અને ગ્રામ્ય કક્ષાએ કોરોનાના નવા 7 કેસ નોંધાયા હતા. ભાવનગર શહેરમાં આજ સુધીમાં કોરોના પોઝિટિવની સારવાર લઇ રહેલા દર્દીઓની કુલ સંખ્યા બેવડી સદીને પાર કરીને 201 થઇ ગઇ છે. જ્યારે ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં કોરોનાના એક્ટિવ દર્દીની સંખ્યા 35 છે. આમ, શહેર અને જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની કુલ સંખ્યા 236 થઇ ગઇ છે.

ભાવનગર શહેરમાં આજે કાળિયાબીડ-શાંતિનગર-2માં 72 વર્ષીય વૃદ્ધ, વડવામાં 60 વર્ષીય વૃદ્ધ, નિલમબાગ મહાલક્ષ્મીનગર ખાતે 8 વર્ષીય બાળકી, મંગલ વિહાર રોડ તલાવડીમાં 27 વર્ષીય યુવતી, રબ્બર પાર્ક, પરાગ આર્ટમાં 22 વર્ષીય યુવતી, કાળિ્યાબીડમાં રાધેશ્યામ પ્લોટમાં 80 વર્ષીય વૃદ્ધા, ડેરી રોડ પર દિલહર બાગ સોસાયટીમાં 60 વર્ષીય વૃદ્ધ, વિજયરાજનગર શેરી નં.3માં 38 વર્ષીય મહિલા, કુંભારવાડા માઢીયા રોડ પર 18 વર્ષીય વુયક, વાલ્મિકી વાસમાં 30 વર્ષીય યુવક, મામાના ઓટલા પાસે 32 વર્ષીય યુવક, વિજયરાજનગર શેરી નં.3માં 39 વર્ષીય પુરૂષ, તિલકનગર આનંદનગરમાં 17 વર્ષીય યુવતી, જલારામ ફ્લેટ છેલ્લું બસ સ્ટેન્ડ ખાતે 45 વર્ષીય પુરૂષ, ઇસ્કોન મેગા સિટી સામે લીલા શાંતિ રેસિડેન્સીમાં 50 વર્ષીય મહિલા, ગીતા ચોક અષ્ટવિનાયક-4માં 67 વર્ષીય વૃદ્ધ, ડેરી રોડ, દેવુબાગ ખાતે 62 વર્ષીય વૃદ્ધા, ગીતા ચોક અષ્ટવિનાયક-4માં 66 વર્ષીય વૃદ્ધા તથા પાનવાડી વિસ્તારમાં 28 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે.

આજે ગ્રામ્ય કક્ષાએ ઘોઘામાં 2 વર્ષીય બાળકી, હાથબ ખાતે 4 વર્ષીય બાળક, તળાજાના પસવીમાં 62 વર્ષીય વૃદ્ધા, ઘોઘાના અવાણીયામાં 19 વર્ષીય યુવક, જેસરના શેઢાવદરમાં 25 વર્ષીય યુવાન, ઘોઘામાં 27 વર્ષીય યુવતી તથા શામપરામાં 75 વર્ષીય વુદ્ધનો કોરોના પોઝિટિવમાં સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...