તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ચિત્રા પાસે ર્સ્કોપિયો કારમાંથી દારૂની 180 બોટલ ઝડપાઇ, જિલ્લામાં 3 સ્થળેથી દારૂનો જથ્થો ઝડપાયો

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • જેસરમાંથી દારૂની 57 બોટલ સાથે 1 ઝડપાયો સથરા ગામેથી 39 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

થર્ટી ફસ્ટ નજીક આવવાની સાથે જિલ્લામાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવાની પ્રક્રિયા પણ તેજ બની હોય તેમ ભાવનગર પોલીસે આજે જુદા જુદા ત્રણ સ્થળોએ રેડ પાડીને દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.શહેરના ચિત્રા વિસ્તારમાં મેલડી માતાના દિવાલ પાસે સફેદ કલરની સ્કોરપિયો કારમાં આરોપી ભરત લિંબાભાઇ ચાવડા, નયના ઉર્ફે નનુબેન જેન્તીભાઇ બારૈયા, અબ્દુલમીયા ઉર્ફે ભટુર રજાકમીયા સૈયદ, વિશાલ ઉર્ફે ભોપી ચૌહાણ, રાહુલ ઉર્ફે લાલો ઉર્ફે બત્રી લક્ષ્મણભાઇ બારૈયાએ વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ હોવાની બાતમી ડી ડીવીઝન પોલીસને મળતા સ્ટાફે બાતમીવાળી જગ્યાએ રેડ કરી કારમાંથી દારૂની 180 બોટલ કિં.રૂ.54,000 તથા સ્કોરપિયો મળી રૂ.2,04,000નો મુદ્દામાલ કબ્જે લઇ રેડ દરમિયાન આરોપી હાજર ન મળી આવતા તમામ સામે ગુન્હો નોંધાવ્યો છે.

જ્યારે જેસર ગામે રહેતા હનુભાઈ મામૈયાભાઈ કામળીયાએ દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે તેમના ઘરે રેડ કરી રૂ.17,100 ની કિંમતની દારૂની 57 બોટલો સાથે ઝડપી લઇ તેની સામે જેસર પોલીસમાં ગુન્હો નોંધાવેલ છે. જ્યારે એલ.સી.બી પોલીસે બાતમીના આધારે તળાજાના સથરા ગામે કલ્પેશ રમેશભાઈ વેગડના મકાનમાંથી વિદેશી દારૂની 39 બોટલો ઝડપી લીધી હતી. જ્યારે ઘોઘા પોલીસે તગડી જી.એમ.ડી.સી પાસેથી બિયરના ટીન નંગ.4 કિં.રૂ.400 સાથે જેન્તી ઉર્ફે જેનુ ગટુરભાઇ ગોહેલને ઝડપી લઇ પુછપરછ કરતા આ બીયરના ટીન ચેતન ઉર્ફે સુર્યા જયશુખભાઇ વાઘોશી પાસેથી લાવ્યા હોવાનુ જણાવતા બન્ને સામે ગુન્હો નોંધાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો