તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માત્ર 2 ટકા રસીકરણ:10 તાલુકાઓમાં 18થી 44 વર્ષના યુવાનો રસી માટે નિરૂત્સાહ

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 18 વર્ષથી વધુના કુલ 9.49 લાખ પૈકી માત્ર 21,164 યુવકોનું વેક્સિનેશન

ભાવનગર જિલ્લામાં 18થી 44 વર્ષના વયજૂથના યુવાનો માટે કોરોના રસીકરણનો આરંભ થયો છે પણ હજી તેમાં ગતિ આવી નથી. જિલ્લાના 10 તાલુકાઓમાં કુલ મળીને લક્ષ્યાંક 9,49,234 યુવાનોનુ઼ છે અને તેની સામે માત્ર 21,164 યુવાનોઅે જ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝનોમાં 65 ટકાએ પ્રથમ ડોઝ લઇ લીધો છે અને 37 ટકાએ રસીનો બીજો ડોઝ પણ લઇ લીધો છે.

ભાવનગર જિલ્લામાં યુવાનોમાં કોરોના રસીકરણમાં ખાસ કરીને તાલુકાના ગામડાઓમાં હજી પર્યાપ્ત પ્રમાણમાં જાગૃતિ જોવા મળતી નથી. ભાવનગરમાં છેલ્લા સપ્તાહથી કોરોનાના કેસ ઘટી રહ્યાં હોવાથી લોકો અને આરોગ્ય તંત્ર રાહત અનુભવી રહ્યાં છે. કારણ કે નવા પોઝિટિવ કેસ ઘટી રહ્યાં છે અને તેની સામે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેમજ મૃત્યુ આંક પણ ઘટી રહ્યો છે. ત્યારે હવે રસીકરણ જેટલું ઝડપી થાય તેટલી સમસ્યા વધારે હળવી થઇ શકે તેમ છે. જો કે જિલ્લામાં 45 વર્ષ કરતા વધુ વયની વ્યક્તિઓનું જ રસીકરણ કરવામાં આવી રહ્યુ છે. પરંતુ તેની ગતિ ધીમી છે. હવે ગતિ ઝડપભેર થાય તો જ ત્રીજી લહેરમાં સૌ કોઇ સુરક્ષિત રહી શકશુ.

ભાવનગર જિલ્લામાં 45 વર્ષથી 59 વર્ષના આધેડ લોકોમાં રસીકરણ માટે ઠીક ઠીક પ્રતિસાદ મળ્યો છે. કુલ લક્ષ્યાંક 2,38,090 લોકો છે તે પૈકી 1,15,909 એટલે કે 49 ટકાએ રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે.18થી 44 વર્ષના યુવાનોમાં રસીકરણ ઓછું થયું તેનું એક કારણ ગત મહિને રસીનો અપૂરતો સ્ટોક પણ જવાબદાર છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ગત મે માસમાં કોરોનાની રસીનો અપૂરતો જથ્થો હોવાની સમસ્યા રહી હતી. જેથી કેટલાક દિવસો તો રસીકરણ બંધ રાખવાની ફરજ પડી હતી. હવે પહેલી તારીખથી ધીમે ધીમે ગાડી ઝડપમાં આવી રહી છે.

તાલુકાઓમાં લક્ષ્યાંક અને રસીકરણ
કેટેગરીલક્ષ્યાંકપ્રથમ ડોઝટકાબીજોડોઝટકા
હેલ્થ વર્કર7,8218,044103%6,58682%
ફ્રન્ટ વર્કર13,99035,124251%13,81398%
45-59 વર્ષ2,38,0901,15,90949%34,64730%
60થી વધુ વર્ષ1,59,5001,04,47165%38,54337%
18થી 44 વર્ષ9,49,23421,1642%00%
અન્ય સમાચારો પણ છે...